મુંબઈ : બોલિવૂડમાં જોરદાર ચર્ચા છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલ એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેઓ બોલિવૂડના લેટેસ્ટ પ્રેમીઓ છે. વિકી અને તેની પ્રેમિકા હરલીનનું બ્રેકઅપ થયું ત્યારથી આ રિલેશનશીપ ચર્ચામાં છે. દિવાળી પાર્ટી દરમિયાન પણ વિકી અને કેટરિના એક મિત્રની દિવાળીપાર્ટીમાં સતત સાથે જોવા મળ્યા હતા. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ જોડી હવે નવા વર્ષની ઉજવણી એકસાથે કરવાનું પ્લાનિંગ કરી રહી છે અને આ રિપોર્ટ પ્રમાણે ધારણા છે કે આ જોડી ૨૦૨૦માં તેમના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરી લેશે.
જોકે વિકી અને કેટરિનાની નજીકની એક વ્યક્તિ કહે છે કે તેઓ સિંગલ છે અને ડેટિંગ નથી કરી રહ્યા. એક ચર્ચા પ્રમાણે વિકી અને કેટરિના એક ફિલ્મમાં પણ સાથે કામ કરી રહ્યા છે અને બહુ જલ્દી આ વિશે જાહેરાત કરવામાં આવશે. વર્કફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ ‘સરદાર ઉધમ સિંહ’, ‘ભૂત પાર્ટ વનઃ ધ હોન્ટેડ શિપ’ અને ‘તખ્ત’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. જ્યારે કેટરીના અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થવાની છે.