Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

કેનેડામાં બોરસદની યુવતીની કચડાયેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ…

એક વર્ષથી સાસરિયા દ્વારા યુવતીને સતત ત્રાસ આપવામાં આવતો હતો : પરિવારનો આક્ષેપ

આણંદ : બોરસદના પામોલની યુવતીની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતા યુવતીના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. સાસરિયાઓ જ યુવતીની હત્યા કરાવી છે તેવો યુવતીના પરિવારનો આક્ષેપ છે. પોલીસે હત્યા છેકે અકસ્માત તે તરફ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હિરલ પટેલ બોરસદના પામોલની વતની હતી. તેના લગ્ન બોરસદના જ કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હિરલ છેલ્લા ત્રણ વર્ષથી પતિ કેનેડામાં રહેતી હતી. લગ્નના શરૂઆતના દિવસો સારી રીતે વીતી રહ્યા હતા. જોકે છેલ્લા એક વર્ષથી સાસરિયા તરફથી યુવતીને સતત ત્રાસ મળી રહ્યો હતો. હિરલની હત્યા તેના સાસરિયાઓએ જ કરાવી છે તેવો આક્ષેપ હિરલના પરિવારજનોએ લગાવ્યો છે.

કેનેડામાંથી બોરસદની હિરલ પટેલની લાશ મળી આવી છે. ત્યારે ટોરોન્ટો પોલીસે ૧૨ જાન્યુઆરીએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, હિરલ પટેલ ૧૧ જાન્યુઆરીએ રાત્રે ૧૧ વાગ્યાથી મિસિંગ હતી. છેલ્લે બ્લેક જેકેટ, ગ્રે પેન્ટ્‌સમાં હિરલ પટેલ જોવા મળી હતી. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Related posts

અસરગ્રસ્ત વ્યકિતઓ, સરપંચ અને ગામના આગેવાનો સાથે બેઠક કરતાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી

Charotar Sandesh

બોરસદમાં આભ ફાટ્યું : ૧૧.૨૮ ઈંચ વરસાદ ખાબક્યો, ૧ વ્યક્તિનું મોત : ૧૦ થી વધુ પશુઓના મોત

Charotar Sandesh

વિદેશમાં વસતા ગુજરાતી શખ્શ પર લૂંટારૂએ ગોળીબાર કરતા મોત નીપજ્યું

Charotar Sandesh