Charotar Sandesh
ઈન્ડિયા

કેન્દ્રને રાહત : કાશ્મીરમાંથી કલમ-૧૪૪ દૂર કરવા સુપ્રિમનો ઇન્કાર

સુપ્રિમ કોર્ટે અરજી ફગાવતાં કહ્યું સરકારને પૂરતો સમય આપવો જોઇએ…

સુપ્રિમે સુનાવણી બે સપ્તાહ સુધી ટાળી, પુનર્ગઠન બિલ પાસ થયા બાદ સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ-૧૪૪ લગાવી છે, ફોન-ઇન્ટરનેટ સેવા બંધ છે…

ન્યુ દિલ્હી,
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ હટાવ્યા બાદ અહીં તણાવભરી પરિસ્થિતિ બની રહી છે. જે બાદમાં સરકારે અહીં તમામ પ્રકારના પ્રતિબંધો મૂકી દીધા છે. સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધોને હટાવી દેવા અંગે કરવામાં આવેલી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સરકાર તરફથી લગાવવામાં આવેલા વિવિધ પ્રતિબંધ હટાવવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ મામલો ખૂબ જ ગંભીર છે, આથી સરકારને થોડો વધારે સમય મળવો જોઈએ.
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થયા પછી સરકારે આખા જમ્મુ અને શ્રીનગરમાં કલમ ૧૪૪ લગાવી રાખી છે. કાશ્મીર ખીણમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકારે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ બંધ કરાવી દીધા છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને પૂછ્યું હતું કે આવું ક્યાં સુધી ચાલશે. આ અંગે એટર્ની જનરલે કહ્યુ હતુ કે પરિસ્થિતિ સામાન્ય થતાની સાથે જ તમામ પ્રતિબંધો હટાવી લેવાશે. અમે એવો પ્રયાસ કરીએ છીએ કે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે. અમે દરરોજની સ્થિતિની માહિતી મેળવી રહ્યા છીએ. આ ખરેખરે સંવેદનશીલ સ્થિતિ છે, તમામ લોકોના હિત માટે આવું કરવું જરૂરી છે. આ વ્યવસ્થા દરમિયાન કોઈનું લોહી રેડાયું નથી, કે કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો નથી. કોર્ટે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં પ્રતિબંધો હળવા બનાવાયા હતા, જો આવી સ્થિતિમાં ત્યાં કંઈ થાય તો તેના માટે કોણ જવાબદાર ગણાશે?
એટર્ની જનરલના જવાબ બાદ સુપ્રીમ કોર્ટે આ મામલા અંગે બે અઠવાડિયા બાદ સુનાવણી કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાંથી વિવિધ પ્રતિબંધ હટાવી લેવાની તેહસીન પૂનાવાલાની અરજી પણ સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, આ ખરેખર સારી વાત છે કે સદનસિબે કોઈનો જીવ ગયો નથી. આ મામલે સરકાર પર ભરોસો કરવો પડશે તેમજ સરકારને થોડો સમય પણ આપવો પડશે.
પૂનાવાલાએ માગ કરી હતી કે કોર્ટ પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી જેવા નેતાઓને છોડવાનો આદેશ કરે. વાસ્તિવકતા તપાસવા માટે એક ન્યાય પંચની રચના કરે. કેન્દ્ર સરકારે બંધારણના અનુચ્છેદ ૧૯ અને ૨૧ના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.
નોંધનીય છે કે, ઘાટીમાં અત્યારે પણ મોબાઈલ ફોન, મોબાઈલ ઈન્ટરનેટ સેવા અને ટીવી કેબલ પર રોક લાગેલી છે. જો કે, જમ્મુમાં સંપૂર્ણપણે કલમ ૧૪૪ને હટાવી દેવામાં આવી છે અને કેટલાક ક્ષેત્રોમાં ફોનની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.

Related posts

શિયાળાની જોરદાર શરૂઆત…. માઉન્ટઆબુમાં બરફની ચાદર છવાઈ…

Charotar Sandesh

પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિઝિટલ મીડિયા માટે કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી, જાણો વિગત

Charotar Sandesh

ધમકીઓ બાદ સીરમના અદાર પૂનાવાલાને સરકારે આપી ‘વાય’ શ્રેણીની સુરક્ષા…

Charotar Sandesh