Charotar Sandesh
ઈન્ડિયા

કેન્સરના દર્દીઓ માટે ફંડ ભેગુ કરવા ભારતના યુવાનનો સાયકલ પ્રવાસ

પૂનાના વતની અરહમ શેખએ અમેરિકામાં ૮ સભ્યોની ટીમ સાથે ૩ હજાર કિ.મી.નો સાયકલ પ્રવાસ કરી ફંડ ભેગુ કર્યુ…

કેલિફોર્નિયાઃ ભારતના પૂનાના વતની તથા એથલેટ સાઇકલીસ્ટ અરહમ શેખએ લ્યુકેમીઆ તથા અન્ય પ્રકારના કેન્સર માટે સેલનું ડોનેશન આપી દર્દીનું જીવન બચાવવા આદરેલી ઝુંબેશ અંતર્ગત અમેરિકમાં ૩ હજાર કિ.મી.નો સાયકલ ઉપર પ્રવાસ કર્યો હતો.

૧૫ જુનના રોજ તેમણે આઠ સભ્યોની ટીમ સાથે કેલિફોર્નિયાના દરિયાકાંઠેથી શરૂ કરેલ સાયકલ પ્રવાસ દરમિયાન ૧ લાખ ૭૦ હજાર ફુટની ઊંચાઇ સાથેનો ૧૨ સ્ટેટનો પ્રવાસ અન્નાપોલીસ મેરીલેન્ડ ખાતે પૂરો કર્યો જે માટે તેમણે ૮ દિવસ ૨ કલાક અને ૧૯ મિનીટનો સમય લીધો હતો. ટીમમાં ૨૫ થી ૨૬ વર્ષની વય સુધીના સભ્યો હતા. પ્રવાસ દરમિયાન ભેગુ થયેલું ફંડ એશિઅન અમેરિકન ડોનર પ્રોગ્રામને ફાળવાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Related posts

JK : કિશ્તવાડમાં મીનીબસ ખાઈમાં ખાબકી : ૩૫ના મોત

Charotar Sandesh

લોકડાઉન શરુ થયું ત્યારથી મુકેશ અંબાણીએ દર કલાકે ૯૦ કરોડની કમાણી કરી…

Charotar Sandesh

લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓના ઝંડા ફરકાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો…

Charotar Sandesh