Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

કોંગ્રેસના નેતા અને તિરૂવંતપુરમ લોકસભા બેઠકના ઉમેદવાર શશી થરૂર હાલમાં હોસ્પિટલ સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે એક મંદિરમાં પૂજા કરતાં સમયે કોંગ્રેસના નેતા શશી થરૂર ઘાયલ થઇ ગયા હતા અને તેમના માથા પર છ ટાંકા આવ્યાં હતા. જા કે આજરોજ સવારે તેઓ આશ્ચર્યચકિત ત્યારે થઇ ગયા જ્યારે તેમની સારવાર અર્થે ખબરઅંતર પૂછવા કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પહોંચ્યાં. કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારમણ હાલ કેરળમાં ચૂંટણી અભિયાનમાં છે. જા કે નિર્મલા સીતારમણ અચાનક હોÂસ્પટલ પહોંચ્યા હતાં જ્યાં કોંગ્રેસ નેતા શશી થરૂરની સારવાર ચાલી રહી છે. શશી થરૂરે પોતાના ટવિટર પર આ મુલાકાતનો ફોટો શેર કરતાં લખ્યું કે રક્ષા મંત્રી સીતારમણનો સ્વાભાવ મને ઘણો પસંદ આવ્યો જે પોતાના હાલના ચૂંટણી અભિયાનમાં સમય નિકાળી મારા ખબરઅંતર પુછવા હોÂસ્પટલ આવ્યાં

Related posts

દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલ ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતાં ૭ ગણો છે ખતરનાક ! ઈમરજન્સી બેઠક યોજાઈ

Charotar Sandesh

વાયુ પ્રદૂષણ વધવાની સાથે જ કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે : એમ્સ ડિરેક્ટર

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૫,૧૪૯ કેસ નોંધાયા, ૪૮૦ દર્દીનાં મોત…

Charotar Sandesh