Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસની સ્થિતિ મરેલા અજગર જેવી થઈ પડી છે : શિવસેના

સામનાના અગ્રલેખમાં કોંગ્રેસની ઝાટકણી કાઢી…

મુંબઇ : કોંગ્રેસ પક્ષની સ્થિતિ હાલ મરેલા અજગર જેવી છે. પક્ષ નિષ્ક્રીય અને નિષ્પ્રાણ થઈ ચૂક્યો છે એવી આકરી ટીકા શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કરી હતી.
શિવસેનાના મુખપત્રમાં પ્રગટ થયેલા અગ્રલેખમાં રાહુલ ગાંધીની અને કોંગ્રેસની આકરી ટીકા કરવામાં આવી હતી. શિવસેનાએ લખ્યું હતું કે લોકસભાની ચૂંટણી પછી રાહુલ ગાંધી ગૂમ થઇ ગયા હતા.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે રાહુલ ગાંધી બેંગકોક અને પટ્ટાયા આરામ કરવા ચાલ્યા ગયા હતા. બહુ હો હા થઇ એટલે મુંબઇની મુલાકાતે આવ્યા અને સડકો પર સભાઓ યોજી.
રાહુલ કહે છે કે મહારાષ્ટ્ર સરકાર સાવ નિષ્ક્રીય છે અને ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. રાજ્ય સરકાર કશું નહીં કરતી હોય તો મતદારો એની ખબર લેશે. તમે શું કરો છો એની વાત તો કરો. કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ ત્યજીને તમે તો વિદેશની યાત્રાએ ઉપડી ગયા હતા.
હવે અહીં આવીને રાજ્ય સરકારની નિષ્ક્રીયતાની વાતો કરો છો. કોંગ્રેસ પક્ષનું નામોનિશાન નષ્ટ થઇ જવાની તૈયારીમાં છે ત્યારે રાહુલ ગાંધી નેતૃત્વ ત્યજીને ચાલ્યા જાય છે અને પાછા મહારાષ્ટ્રના ખેડૂતોની ચિંતા કરે છે. આ તો નર્યો દંભ છે. તમે ચાર સાડા ચાર દાયકા દેશ પર શાસન કર્યું ત્યારે ખેડૂતો માટે શું કર્યું હતું એ બોલો તો..

Related posts

SCનો મહત્વનો નિર્ણય: તમામ પક્ષ 30 મે સુધી ECને ઈલેક્ટોરલ બોન્ડથી મેળવેલા ફંડની જાણકારી આપે

Charotar Sandesh

બોલો… નીતિશ કુમાર છ વખત મુખ્યમંત્રી બન્યા પરંતુ ૧૬ વર્ષથી ચૂંટણી નથી લડ્યા..!!

Charotar Sandesh

લોકોને રાહત : કોરોના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવા પર સુપ્રિમની રોક…

Charotar Sandesh