Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

કોંગ્રેસને તેના દમ પર બહુમત મળવાનો ચાન્સ જ નથીઃ કપિલ સિબ્બલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, હાલની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની પોતાના દમ પર બહુમત હાંસલ કરવાની કોઈ સંભાવના નથી. પરંતુ તેમણે દ્રઢતાની સાથે કહ્યું કે કોંગ્રેસની આગેવાનીવાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) એકજૂથ છે અને ગઠબંધન આવનારી સરકાર બનાવવાની સ્થિતિમાં હોઈ શકે છે. તેમણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, જો કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં બહુમતની સાથે 272ના આંકડાને લઈને નિશ્ચિંત હોય તો તે નિશ્ચિતરૂપે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતે, કારણ કે તે પાર્ટીમાં નિર્વિવાદિત નેતા છે.

જોકે, તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, જો સંપ્રગને બહુમત મળશે તો કોણ વડાપ્રધાન બનશે? તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, તે અંગે ગઠબંધન દ્વારા પરિણામ આવ્યા બાદ જાહેરાત કરવામાં આવશે. કપિલ સિબ્બલને જ્યારે પૂછવામાં આવ્યું કે, કોંગ્રેસ રાહુલ ગાંધીને પોતાના વડાપ્રધાન ઉમેદવાર જાહેર કરવામાં અચકાઈ કેમ રહી છે. તો તેમણે કહ્યું હતું કે, જો કોંગ્રેસને 272 સીટો મળતે તો કોઈ ખટકાટ ના હોતે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, જો અમને બહુમત મળતે તો રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં અમને કોઈ જ વાંધો નહોતો. પરંતુ અમે જાણીએ છીએ કે બહુમત નથી મળવાની. અમે જાણીએ છીએ કે અમારે 272 સીટો હાંસલ કરવી પડશે, અમે એ પણ જાણીએ છીએ કે BJPને 160 કરતા વધુ સીટો નહીં મળશે.

જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ એક મોટું નિવેદન આપી રહ્યા છે, તો તેમણે કહ્યું હતું કે, શા માટે નહીં, અમને બહુમત નહીં મળશે. કોઈ સંભાવના જ નથી. અમને અમારા દમ પર 272 સીટો નહીં મળશે. બહુમત મળવાની વાત કહેવી મારા માટે મૂર્ખતા હશે અને BJPને 160 કરતા ઓછી સીટો મળશે.

Related posts

GST કાયદામાં સુધારો કરતા રદ થયેલા કરદાતાઓ ફરી જીએસટી નંબર ચાલુ કરાવી શકશે

Charotar Sandesh

નીટ મારફ્તે ૨૪ કલાક ફંડ ટ્રાન્સફરની સુવિધા ૧૬ ડિસેમ્બરથી શરૂ થશે…

Charotar Sandesh

કર્ણાટકમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીના મોતથી ખળભળાટ…

Charotar Sandesh