Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસ સામે ૧૭૦ કરોડના હવાલા કૌભાંડનો આરોપઃ આઇટીએ મોકલી નોટિસ…

હૈદરાબાદની કંપનીએ મોકલેલા પૈસાનો હિસાબ નથી આપ્યોઃ ઇન્કમટેક્ષ વિભાગ

ન્યુ દિલ્હી : હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સાથે સંકળાયેલા પૈસાના વ્યવહાર મામલે કોંગ્રેસ પક્ષને ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. કંપની દ્વારા કરવામાં આવેલા દાવામાં કોંગ્રેસ પાર્ટી પૈસાના કાગળો રજૂ કરી શકી નથી. ઉલ્લેખનીય છે કે ૧૭૦ કરોડ રૂપિયાના કેસમાં આ નોટિસ આપવામાં આવી છે.
દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ કોંગ્રેસ પાર્ટીને રાજકીય દાનને લઈને મોકલવામાં આવી છે. ૨ ડિસેમ્બરે મોકલાયેલી આ નોટિસમાં હૈદરાબાદ સ્થિત એક કંપની દ્વારા મોકલાયેલા નાણાંનો હિસાબ ન આપવાનું કારણ આપવામાં આવ્યું છે.
હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની સાથે જોડાયેલા રૂપિયાની લેવડ દેવડના મામલે કોંગ્રેસ પાર્ટીને નોટિસ મોકલવામાં આવી છે. કંપની દ્વારા જે રૂપિયાનો દાવો કરવામાં આવ્યો છે તેની સાથે જોડાયેલા કાગળોને કોંગ્રેસ પાર્ટી રજૂ કરી શકી નથી. અગાઉ પણ ૪ નવેમ્બરે આ કેસમાં નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસની તરફથી ઈનકમ ટેક્સ વિભાગની સામે કોઈ હાજર થયું ન હતું.
ઉલ્લેખનીય છે કે ઈનકમ ટેક્સ વિભાગે છેલ્લા કેટલાક દિવસો પહેલાં હૈદરાબાદની એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ રેડ પાડી હતી. તેમાં જાણવા મળ્યું હતું તે કંપનીની તરફથી હવાલાની મદદથી કોંગ્રેસ પાર્ટીને ૧૭૦ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. જેને લઈને ઈનકમ ટેક્સ વિભાગે તપાસ શરૂ કરી હતી.

Related posts

સ્મૃતિ ઇરાની ભોંઠા પડ્યાઃ ખેડૂતોને પૂછ્યુ લાન માફ થઇ,ખેડૂતોએ કહ્યું હા થઇ ગઇ

Charotar Sandesh

કોરોનાનો આતંક : ૨૪ કલાકમાં ૧૮,૦૦૦ પોઝિટિવ કેસ, ૪૦૭ના મોત…

Charotar Sandesh

ક્યાંય પણ રહો,પણ ભારત માતાની જરૂરિયાતોને હંમેશા યાદ રાખજો : વડાપ્રધાન મોદી

Charotar Sandesh