Charotar Sandesh
ઈન્ડિયા

કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓને કાયમી ગણી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

ન્યુ દિલ્હી,
સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપતાં નવી વ્યવસ્થા આપી છે કે કોન્ટ્રાક્ટર સાથે કરાર આધારિત કામ કરી રહેલા શ્રમિકોને સંસ્થાનના કાયમી કર્મચારી ગણી શકાય નહીં પછી ભલે તે કર્મચારી નિયમિત કર્મચારીની જેમ જ કામ કરી રહ્યા હોય અને તેના કામ ઉપર કંપનીનું સંપૂર્ણ નિયંત્રણ હોય.

આ વ્યવસ્થા આપીને જસ્ટિસ આર.એફ.નારીમન અને વિનીત શરણની પીઠે ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો અને ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (ભેલ) દ્વારા હરિદ્વારમાં ૬૪ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાના ચુકાદાને ગેરવ્યાજબી ઠેરવ્યો હતો. ઉત્તરાખંડ હાઈકોર્ટે ૨૪ એપ્રિલ-૨૦૧૪માં આપેલા ચુકાદામાં કહ્યું હતું કે આ શ્રમિકો કર્મચારીની વિસ્તારિત પરિભાષામાં આવશે તેથી કર્મચારીઓને કાયમી કરી તેમની સેવા લેવામાં આવે.

જસ્ટિસ નારીમનની પીઠે આ ચુકાદો ભેલની વિશેષ અરજી પર આપ્યો હતો. એકમનું કહેવું હતું કે કર્મચારી તેના નિયમિત કર્મચારી નથી પરંતુ કરાર ઉપર રાખવામાં આવેલા કર્મચારી છે જે યુપી ઈન્ડસ્ટ્રીયલ ડીસ્પ્યુટ એક્ટ ૧૯૪૭ની કલમ-૨ હેઠળ કર્મચારીની પરિભાષાના દાયરામાં આવતાં નથી. પીઠે આ તર્કનો સ્વીકાર કરતાં કહ્યું કે કરાર પર કામ કરી રહેલા કર્મચારીઓ ઉપર ભલે કંપનીનું નિયંત્રણ હોય પરંતુ તેને કાયમી ગણી શકાય નહીં.

Related posts

ભારતમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, એક જ દિવસમાં ૪ લાખ નવા કેસ, ૪૧૯૧ના મોત

Charotar Sandesh

આ એક જગ્યાને છોડી દેશમાં કોઇપણ જગ્યાએ PM મોદી સાથે ડિબેટ કરવા રાહુલ તૈયાર

Charotar Sandesh

મોદી સરકાર બેન્ક ડિફોલ્ટરોના નામો જાહેર કરેઃ સંસદમાં રાહુલની માંગણી…

Charotar Sandesh