Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોહલીએ બુમરાહને ટેસ્ટ ચેમ્પિયનમાં એકો ગણાવ્યો, રહાણેની પ્રશંસા કરી…

ભારતે એંટિગા ટેસ્ટના ચોથા દિવસે જ મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારતીય ટીમને રવિવારે વેસ્ટ ઈન્ડીઝની બીજી ઈનિંગ્સ લગાવવામાં ફક્ત ૨૬.૫ ઓવર જ લાગી. તે પહેલા રવિવારે ભારતે પોતાની બીજી ઈનિંગ્સ ૭ વિકેટ પર ૩૪૩ રન બનાવી. ત્યારબાદ ટીમને જીતવા માટે ૪૧૯ રનોનોં લક્ષ્યાંક મળ્યો. જીત બાદ કેપ્ટન વિરાટ કોહલીએ અજિંક્ય રહાણેની પ્રશંસા કરી. સાથે જ તેને યુવા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ ચેમ્પિયનમાં એકો ગણાવ્યો.
કોહલીએ કહ્યું કે, ‘જ્યારે અમે પહેલા પણ અહિંયા (વેસ્ટ ઈન્ડીઝ)માં રમ્યાં હતા ત્યારે રિઝલ્ટ અમારા માટે ખુબ સારું રહ્યું.’ કોહલીએ કેપ્ટન વગર વિદેશી ધરતી પર ૧૨મીં જીત મેળવી. તે વિદેશી ધરતી પર સૌથી વધારે મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો. તેની સાથે જ તેણે ૨૭મીં ટેસ્ટ જીત મેળવીને સૌથી સફળ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી.
કોહલીએ પ્રથમ ઈનિંગ્સમાં ૮૧ અને બીજી ઈનિંગ્સમાં ૧૦૨ રનોની સદીની ઇનિંગ્સ રમનાર અજિંક્ય રહાણેની પ્રશંસા કરી. કોહલીએ કહ્યું કે રહાણેએ બંને ઈનિંગ્સમાં ખુબ સારી બેટિંગ કરી. તેણે કહ્યું કે, ‘અમારી સખત મહેનત કરવી પડી. મેચમાં ઓછામાં ઓછી ત્રણ કે ચારવાર વાપસી કરવી પડી.’
કોહલીએ પ્લેયરોના વર્કલોડ પ્રબંધન વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે જ્યાં સુધી ટેસ્ટ મેચ ચેમ્પિયનશિપની વાત છે તો જસપ્રીત બુમરાહ માટે ખુબ મહત્વપૂર્ણ રહેશે.

Related posts

ધોનીએ કર્યું એવું સ્ટમ્પિંગ કે વીડિયો જોઇને તમે પણ વિશ્વાસ નહીં કરો

Charotar Sandesh

હવે મારે મેચો રમવામાં પસંદગી કરવી પડશેઃ દીપક ચહર

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે સચિન ફરી એક વખત ૪૦૦૦ જરૂરિયાતમંદોને કરી નાણાંકીય સહાય…

Charotar Sandesh