Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ સ્પોર્ટ્સ

કોહલીએ સચિન-લારાનો રેકોર્ડ તોડી સૌથી ઝડપી ૨૦,૦૦૦ રન બનાવ્યા

વિશ્વ કપમાં સતત ૪ વખત ૫૦થી વધુની ઈનિંગ રમનાર કોહલી એશિયાનો પહેલો કેપ્ટન

ન્યુ દિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૦ હજાર રન પૂરા કર્યા. વિરાટ કોહલીએ વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા સૌથી ઝડપી ૨૦ હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના નામે હતો.

કોહલીએ આ મેચમાં ૩૭ રન બનાવતા જ ૪૧૭ ઈનિગંમાં (૧૩૧ ટેસ્ટ, ૨૨૪ વનડે અને ૬૨ ટી૨૦)માં ૨૦ હજાર રનનો આંકડો પાર કર્યો હતો. આ મુકામ પર પહોંચનારો તે ૧૨મો બેટ્‌સમેન અને ત્રીજો ભારતીય બની ગયો છે. કોહલીથી વધુ રન સચિન (૩૪૩૫૭) અને રાહુલ દ્રવિડ (૨૪૨૦૮)એ બનાવ્યા છે.

તેંડુલકર અને લારા બંન્ને ૪૫૩ ઈનિંગમાં આ મુકામ પર પહોંચ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ૪૬૮ ઈનિંગમાં ૨૦ હજાર આંતરરાષ્ટ્રીય રનના આંકડાને પાર કર્યો હતો. એટલું જ નહીં, વિરાટ કોહલી એશિયાનો પણ પહેલો કેપ્ટન બની ગયો છે, જેણે વિશ્વ કપમાં સતત ૪ વખત ૫૦થી વધુની ઈનિંગ રમી છે. આ મામલામાં સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચની બરોબરી કરી લીધી છે. જેણે સતત ૪ વખત ૫૦ રનથી વધુની ઈનિંગ રમી છે.

Related posts

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સે જીતી IPL-2022 ની ફાઈનલ ટ્રોફી : સ્ટેડિયમમાં જશ્નનો માહોલ

Charotar Sandesh

ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતની ટીમ જાહેર…

Charotar Sandesh

રોહિત શર્માની પત્ની રિતિકા પતિના સ્પોટ્‌ર્સ ટૂરને કરે છે મેનેજ…

Charotar Sandesh