Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોહલી ઓલ ટાઈમ ગ્રેટ વન ડે બેટ્‌સમેન છે : એરોન ફિન્ચ

બેંગલુરુ : ભારત સામે બેંગ્લોરમાં રમાયેલી વન ડે મેચમાં હાર સાથે ૩ મેચની સિરિઝ ઓસ્ટ્રેલિયાએ ૨-૧થી ગુમાવી છે. બેંગ્લોરની મેચમાં રોહિત શર્માએ ૧૧૯ રન અને કેપ્ટન વિરાટ કકહોલીએ ૮૯ રનની ઈનિંગ રમી હતી. જેના કારણે ભારતે ૨૮૭ રનનુ લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ.
આ મેચ બાદ ઓસી કેપ્ટન એરોન ફિન્ચે સ્વીકાર્યુ હતુ કે, વિરાટ કોહલી ઓલ ટાઈમ ગ્રેટ વન ડે બેટ્‌સમેન છે. ફિંચે કહયુ હતુ કે, ભારત પાસે વિરાટ છે જે કદાચ ઓલ ટાઈમ ગ્રેડ વન ડે બેસ્ટમસેન છે અને રોહિત પણ છે જે આ લિસ્ટમાં ટોપ પાંચમાં સ્થાન પામી શકે છે.
ફિન્ચે કહ્યુ હતુ કે, ભારતીય ટીમના અનુભવી પ્લેયરો પોતાનો રોલ સારી રીતે અદા કરી રહ્યા છે. શિખર ધવન મેચમાં બેટિંગ નહી કરી શક્યો હોવા છતા ભારતના બે અનુભવી પ્લેયરોએ સર્વાધિક યોગદાન આપ્યુ હતુ. જે બતાવે છે કે, ભારતની બેટિંગ લાઈનઅપ કેટલી મજબૂત છે.
ફિન્ચે કહ્યુ હતુ કે, અમે છેલ્લી દસ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને માત્ર ૬૩ રન બનાવી શક્યા હતા અને તે અમને ભારે પડી ગયુ હતુ. જોકે ભારતીય બોલરોએ ડેથ ઓવરમાં શાનદાર બોલિંગ પણ કરી હતી.

Related posts

પ્રવાસમાં પત્ની-ગર્લફ્રેન્ડને જોડે લઈ જવાની ક્રિકેટરોને છૂટ આપો : સાનિયા મિર્ઝા

Charotar Sandesh

ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સ બન્યા ’વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી’

Charotar Sandesh

ક્રિકેટની દુનિયાના સૌથી અમીર ટોપ-૧૦ ક્રિકેટર્સમાં પહેલા ત્રણ ભારતીય…

Charotar Sandesh