Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

ક્રિકેટર રવિનદ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જાડાયા

દેશની ક્રિકેટ ટીમમાં રમતા અને જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં મોટા બહેન નયનાબા તથા પિતા અનિરુદ્ધ જાડેજા કોંગ્રેસમાં જાડાયા છે. આજે એક સમારંભમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા ભાજપમાં જાડાયા હતા.
આજે રાજકોટનાં કાલાવાડ ખાતે લોકસભાનાં ઉમેદવાર મૂળુ કંદોરિયાનાં સમર્થનમાં યોજાયેલ સભામાં નયનાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા હાજર રહ્યાં હતાં. જ્યાં તેમને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા અને ધારાસભ્ય હકુભા જાડેજાની હાજરીમાં રિવાબાએ ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. શહેર ભાજપના હોદ્દેદારોએ તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા. ત્યારે રિવાબાએ જણાવ્યું હતું કે, તેઓ જનસંઘથી ભાજપ સુધીની યાત્રાની વૈચારિક પધ્ધતિથી પ્રભાવિત થઇને ભાજપમાં જાડાવાનું નક્કી કર્યું હતું. કોઇ રાજકીય અપેક્ષા ન હોવાનું કહીને માત્ર કાર્યકર તરીકે જાડાઇ રહ્યા હોવાનું કÌšં હતું.

Related posts

ખેડૂતો આકરા પાણીએ : ૧૮ ફેબ્રુઆરીએ દેશભરમાં ટ્રેન રોકો અભિયાન ચલાવશે…

Charotar Sandesh

CBI તપાસનો ડર..?, અનિલ દેશમુખનું મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું…

Charotar Sandesh

કાલે રાષ્ટ્રવ્યાપી બેંક સહિત કેન્દ્રીય વિભાગોના કર્મચારીઓની હડતાળ : વિવિધ સેવા ખોરવાશે…

Charotar Sandesh