Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખંભાતના ધુવારણ તાબે વલ્લભપુરાના ૩૫ વર્ષીય યુવાનની હત્યા કે કુદરતી મોત..!?

ડૉકટરે પી.એમ.રીપોર્ટ આપ્યો નથી તે પહેલાં જ ખંભાતના પીએસઆઇ શ્રી રામીએ કહી દીધું કે આ મોત તો કુદરતી છે…! ૩૫ વર્ષીય યુવાનનું મોત કેવી રીતે થયું તેની સાચી માહિતી મેળવવાની જગ્યાએ સ્થાનિક નેતાગીરી આ આખા પ્રકરણને કેમ દબાવી દેવા માંગે છે તે ગ્રામજનોને સમજાતું નથી…!

આ અહેવાલ એવું નથી કહેવા માંગતો કે રણજીતસિંહ (ભીમા)ની હત્યા ભગીરથે જ કરી પણ પીએમ રીપોર્ટનો અભ્યાસ કર્યા વિના કશું પણ નક્કી ન કરી શકાય . ભગીરથને પોલીસે કયા કારણોસર પકડયો, અને પકડયા બાદ એકાએક એવું તે શું બન્યું કે તેને છોડી મૂકવામાં આવ્યો તેવો ગ્રામજનોમાં ચર્ચાનો ગણગણાટ.
આણંદ જિલ્લાના ધુવારણ ગામ વલ્લભપુરાના આશરે ૩૫ વર્ષના યુવાનની હત્યા કે કુદરતી મૃત્યુ ? એ બાબત હાલ ધુવારણ ગામમાં ચર્ચાની એરણે છે. ઠેર ઠેર એકજ વાત મૃત્યુ કેવી રીતે થયું તેની ચર્ચા થઇ રહી છે વાત છે ધુવારણ ( વલ્લભપુરા) ના યુવાન રણજીતસિંહ (ઉર્ફે ભીમો)કેશરીસિંહ સિંધાના મૃત્યુની. મૃતકની પત્નીનો આરોપ છે કે મારા પતિની હત્યા કરવામાં આવી છે અને હત્યા કરનાર પોલીસ નજરથી બચી જવા પામેલ હોય તેમ લાગે છે , જાણવા મળતી વિગત અનુસાર મૃતકની માતા બિમાર હતા એવામાં મૃતકનો પાડોશી ભગીરથ એનાં ઘરમાં મોટા અવાજથી ટેપ રેકોર્ડ વગાડતો હોવાથી મૃતક રણજીતસિંહેએ ભગીરથને મોટા અવાજે ગીતો વગાડવાથી ના કરતા બંને વચ્ચે ગાળાગાળીથી ઝઘડો થયો હતો , આ ઝગડો અહીં તો સમાપ્ત થઈ ગયો હતો પણ આ ઉપરોક્ત બંને પાડોશીઓ  રોડ બજારે , ભેગા થતા ત્યાં ફરી ઝઘડો થયો હતો . આ જ અરસામાં રણજીતસિંહનું મૃત્યુ થયું હતું . હવે આ યુવાનનું મૃત્યુ કેવી રીતે થયું એ તો ભગવાન જાણે  પણ  આસમયે આ વિસ્તારની લાઈટ બંધ થઇ ગઇ હતી એમ ગ્રામજનોમાં ચર્ચા થઈ રહી છે , બીજું કે રણજીતસિંહના ગળાના ભાગે સોજો અને નિશાન દેખાય આવે છે. આ બનાવ સંદર્ભે મૃતક સાથે ઝઘડો કરનાર ભગીરથને પોલીસ પકડીને લઈ ગઈ હની ત્યારબાદ કોણ જાણે શું બન્યું તે કોઇના મગજમાં વાત બેસતી નથી . કહેવાય છે કે પોલીસે ભગીરથની કોઇપણ તપાસ કર્યા વિના જ મુકત કરી દીધો છે . લોકોમાં થતી ચર્ચા અનુસાર આ આખા કેસને રફેદફે કરી નાખવાના પ્લાનીંગ સાથે કોઇ મોટા કાવાદાવા રમાઈ ગયો હોય તેમ લાગે છે , કારણ કે હજી તો મૃતકના પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો નથી ત્યાં ખંભાત રૂરલ પીએસઆઈ શ્રીરામીએ જણાવ્યું કે આ મરનાર યુવાનનું મોત કુદરતી (નેચરલ ડેર્થ) છે એમ ડોકટરે કહ્યું છે . પરંતુ આ વાત ગળે બેસતી ન હોય એટલે કેટલાક પત્રકાર મિત્રોને આ બનાવની સાચી હકીકત જાણવા મેડિકલ ઓફિસર ખંભાત ડૉ. દલવાડીની રૂબરૂ મુલાકાત લઇ તેઓ સાથે ચર્ચા દરમ્યાન  ડૉક્ટરે ‘ જનાવ્યું કે અમે મૃતક રણજીતસિંહનું મોત કેવી રીતે થયુ છે તેવી પોલીસને કોઇ જાનકારી આપી નથી , કારણ કે હજી પી.એમ.રીપોર્ટ આવવાનો બાકી છે તે પહેલા કઈ રીતે નક્કી થઈ શકે કે આ મોત કઈ રીતે થયું ? , અહીં આ વાતની સાબિતી આપે છે કે મૃતકનો પી.એમ . રીપોર્ટ જ આવ્યો નથી ત્યાં પોલીસ કેવી રીતે કહી શકે કે એ મોત કુદરતી હતું . પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની આ બાબતે પૂછપરછ કે પંચનામુ પ્રાપ્ત કરવામાં આવેલ નથી , જે જગ્યાએ મારામારીનો બનાવ બનેલો હતો તે જગ્યા તપાસ પણ કરવામાં આવી નથી . ભગીરથ પર આરોપ છે કે મૃતક રણજીતસિંહ ( ભીમા ) મારામારી કરીને ગળુ નથી દબાવ્યું ,ચાલો માની લઇએ કે ભગીરથે રણજીતસિંહની હત્યા કરી નથી , પણ હજી તો પી.એમ.રીપોર્ટ જ આવ્યો નથી કે આ મોત કઇ રીતના થયું છે તે પહેલા આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે બની ? બીજી મુખ્યની વાત એ પણ છે કે રણજીતસિંહ ( ભીમા ) નું મૃત્યુ થતાની સાથે જ કોઇએ અરજી પણ નહોતી કરી ને પહેલા પોલીસને આકાશવાણી થઇ હતી કે ભીમાના મૃત્યુ પાછળ ભગીરથનો હાથ છે જેથી એને જેલમાં પુરી દઇએ ? ચાલો માની લઇએ કે કોઇએ ખાનગી માહિતી આપી હોય ને ભગીરથને જેલમાં પૂરી દેવામાં આવ્યો હોય. તો પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોયા વિના , આકરી પૂછપરછ વિના ભગીરથને શા માટે છોડી દેવામાં આવ્યો ? આ સમગ્ર કિસ્સામાં જે પણ હોય પણ દાળમાં કંઈક કાળુ હોય તેમ લાગે છે . કારણ કે ભીમાના મોત પાછળ કશ્ચિત જવાબદાર ભગીરથને પહેલા જેલમાં પૂરી દેવો પછી એકદમ એને છોડી મૂકવો તે વાત ગ્રામજનોના ગળે ઉતરતી નથી. ગ્રામજનોમાં એકજ ચર્ચા છે કોના કહેવાથી કોના દબાણવસથી આ પ્રકારના કેસ પાછળ કોઇપણ પ્રકારની ગંભીરતા દાખવ્યા વિના,તપાસ કર્યા વિના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી રામીએ રાજકીય નેતાઓના ઇશારે આ આખા કેસને રફેદફે કરવામાં આવ્યા છે…!
બીજું કે મરનારના પરિવારો જન તથા  ગ્રામજનો પણ રોષે ભરાયેલા છે. તા.૨૩/૦૯/૧૯ના રોજ પોલીસ તપાસમાં આવેલી ત્યારે પોલીસ વિરોધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યકત કર્યો છે અને ગ્રામજનોનું કહેવું છે કે ભગીરથ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને સચોટ તપાસ કરે કારણ કે તે ૨ક્ષક જ સ્થાનિક રાજકરણથી વશ થઇ ભક્ષક બનો તો આવા કેટલાય ભીમાના પરિવારજનો ન્યાયથી વંચિત રહી જશે.મૃતકની પત્ની( બે નાના બાળકો સહિત ) સાચા ન્યાયથી વંચિત રહી જશે . એક વાત ગામમાં એવી પણ વાત વહેતી થઇ છે કે આ ગંભીર પ્રકારની ઘટનામાં ભગીરથને બચાવી લેવા સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા,મોટો તોડ પાડવામાં આવ્યો છે . ખરેખર તો આવા આગેવાનોએ બે નાના બાળકો અને પત્ની અને તેની માં માટે એટલેકે મૃતક ભીમાના પરિવાર માટે આ રકમનો ઉપયોગ કરવો જોઈએ એની જગ્યાએ  આરોપીને બચાવવા અને કેસને રફેદફે કરવા જે ચળવળ કરી એ બાબત પર લોકોની નારાજગી સાથે આક્રોશ થઈ રહ્યો હોવાનું ગ્રામજનો ચર્ચાઈ રહયું છે.
આ આખા અહેવાલ પાછળનો મુખ્ય હેતુ એ છે કે ભગીરથે , ભીમાની હત્યા કરી કે ન કરી ? એ તો પી.એમ.રીપોર્ટ આવ્યા બાદ ખબર પડી જ જશે, પણ સ્થાનિક નેતાગીરીથી સાચી તપાસ થાય તેવા પગલાં ભરવાની જગ્યાએ આખા કેસને રફેદફે કરવા મેદાને ઉતરે તે વાત ઠીક ન કહેવાય . આ તો એક જૂની કહેવત છે કે જબરાની પાણછેરી ભારે… એ મુજબ થઈ ૨હયું હોય તેમ થયું હોય તેમ ગ્રામજનોમાં ગણગણાટ શરૂ થયો છે.

Related posts

એપીએલ-૨૨ : સહજાનંદ ટાઈગર્સને ૫૯ રને હરાવીને ચેમ્પીયન બનતું નારાયણ નાઈટ રાઈડર્સ

Charotar Sandesh

આખરે આણંદ શહેરને મળશે સિવિલ હોસ્પિટલ : સાર્વજનિક વ્યાયામ મંદિરવાળી જગ્યા ફાળવવામાં આવી…

Charotar Sandesh

આણંદ : પોલીસ અને મશીનરીથી કોંગ્રેસના એમએલએને ડરાવાય છે : અમિત ચાવડાનો આરોપ

Charotar Sandesh