Charotar Sandesh
ગુજરાત

ખેતરમાંથી પસાર થતી ONGCની તેલની લાઈનમાં ભંગાણ થતા 8 વીઘા ખેતરમાં તેલ ભરાયું

એક તરફ ઉનાળામાં પાણી નહીં મળવાના કારણે ખેડૂતો ખેતરમાં પાકની વાવણી નથી કરી શકતા. તો બીજી તરફ ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી મોટી મોટી કંપનીઓની તેલની ટ્રેક લાઈન તૂટતા ખેડૂતોના ખેતરો પાણીને બદલે તેલથી ભરાઈ જાય છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. આવું જ કંઇક થયું છે બહુચરાજી તાલુકાના પ્રતાપનગર ગામના ખેડૂતોના ખેતરમાં.

મળતી માહિતી અનુસાર, મહેસાણાના બહુચરાજી તાલુકામાં આવેલા પ્રતાપનગર ગામમાં ચંદુભાઈ પટેલ નામના ખેડૂત ખેતી કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. પરંતુ ONGC કંપનીની બેદરકારીના કારણે ચંદુભાઈ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે, ચંદુભાઈના ખેતરમાં પાણીની જગ્યા પર તેલ ભરાઈ ગયું છે. ખેતરમાં તેલ હોવાના કારણે તેઓ વાવણી કરી શકશે નહીં.

ચંદુભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ONGC દ્વારા સંપાદન કરાયેલી 1749 અને 1752 સર્વે નંબરની જમીનમાંથી અંડરગ્રાઉન્ડ તેલની ટ્રેકલાઈન પસાર થાય છે. તંત્રની બેદરકારીના કારણે જમીનમાંથી પસારથી ONGC કંપનીની તેલની ટ્રેકલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ભંગાણના કારણે 8 વીઘા જમીનમાં તેલ ફરી વળ્યું છે. જેના કારણે તેઓ ખેતી કરી શકતા નથી.

ખેડૂતો આ મામલે ONGC કંપનીને નુકસાનનું વળતર આપવાની પણ માગ કરી રહ્યા છે, છતાં ONGC કંપની દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી, જેના કારણે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, ONGC દ્વારા વહેલી તકે ખેડૂતોને ન્યાય નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. આગામી દિવસોમાં ખેડૂતો આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરશે.

Related posts

શિવરંજની હિટ એન્ડ રન કેસ : આરોપી પર્વ શાહ એક દિવસના રિમાન્ડ પર…

Charotar Sandesh

લોકડાઉનમાં મોબાઈલનો ઉપયોગ વધતા ૩૦ ટકા લોકોને આંખના નંબર વધ્યા…

Charotar Sandesh

ઉત્તરપ્રદેશમાં રાહુલ ગાંધીની ધરપકડને પગલે ગુજરાતમાં કોંગી કાર્યકરો રસ્તા પર ઉતર્યા…

Charotar Sandesh