Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ : ભારત ખુલ્લામાં શૌચ મુકત જાહેર થશે સંકલ્પ શરૂ… સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ…

આજે ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ : દેશ ઉજવે છે ‘સ્વચ્છ ભારત દિવસ’

વડાપ્રધાન મોદીનું અમદાવાદમાં આગમન : કાર્યકરોને સંબોધન : સાબરમતી આશ્રમની મુલાકાત…

અમદાવાદ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા પાંચ વર્ષ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાનો સંકલ્પ કરી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયામાંથી મુકત કરવા જનભાગીદારીથી રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડયું હતું. તે સંકલ્પ બુધવારે પૂરો થઇ રહ્યો છે. બીજી ઓકટોબરે ગાંધીજીની ૧પ૦ મી જન્મજયંતી દિને બાપુની કર્મભૂમિ સાબરમતી નદીના તટેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુકત જાહેર કરશે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ સેન્ટર ખાતે દેશ-વિદેશના મહાનુભાવોની હાજરી સાથે વીસ હજારથી વધુ સરપંચોની ઉપસ્થિતીમાં યોજાનારા સ્વચ્છતા સંમેલનમાં વડાપ્રધાન આ ઐતિહાસિક ઘોષણા કરવા સાથે હવે દેશને સીંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશથી મુકત કરવા માટેના અભિયાનની વિધિવત જાહેરાત કરશે. પૂજય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને એક સામાજિક અભિયાન તરીકે ઉપાડીને દેશભરમાં જાગૃતતા લાવવાનું કામ વડાપ્રધાન મોદીએ હાથ ધર્યુ હતું. જે આઝાદીના દાયકાઓ બાદ પણ કયારેય ન થયુ હોય તેવું કામ આજે પુર્ણ થયુ છે. ગુજરાતને તેનું ગૌરવ અપાવવાની આ કાર્યક્રમ થકી તક આપી છે તે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ છે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.

Related posts

૨૧ જૂનથી તમામ સેન્ટર્સમાં તમામ લોકો માટે વોક-ઈન-વેક્સિનેશન થશે : ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન થશે…

Charotar Sandesh

માત્ર કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી ગ્રાંટ મેળવતી શાળા ઝડપાઈ

Charotar Sandesh

કમોસમી વરસાદથી ડાંગમાં આહ્લાદક વાતાવરણ, સાપુતારામાં પ્રવાસીઓ ઉમટ્યા…

Charotar Sandesh