Charotar Sandesh
ઈન્ડિયા

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ‘ફિટ ઇન્ડિયા પ્લોગિંગ રન’ યોજાશે…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીની જયંતીના અવસર પર ખેલ મંત્રાલય ફિટ ઇન્ડિયા પ્લોગીંગ રનનું આયોજન કરવા જઈ રહ્યું છે. તેઓએ દેશના લોકોને તેમાં ભાગ લેવા અને રસ્તામાં પડેલા કચરાને ઉઠાવાની અપીલ કરી.
પીએમ મોદી આકાશવાણી પર પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં તેમના સંબોધનમાં કહ્યું ફિટ ઇન્ડિયા પ્લોગિંગ રન હેઠળ બે ઓકટોબરે બે કિલોમીટર ર્પ્લાગીંગ દોડનો કાર્યક્રમ સમગ્ર દેશભરમાં થવાનો છે. બે ઓકટોબરથી શરૂ થનારા આ અભિયાનમાં આપણે દરેક બે કિમિ સુધી જોગિંગ કરીએ અને રસ્તામાં પડેલા કચરાને જમા કરીએ.
ઉલ્લેખનીય છે કે દોડતા-દોડતા કચરાને જમા કરવો અને સફાઈ કરવાના અભિયાનને પ્લોગીંગ કહે છે. વડાપ્રધાને આ સંદર્ભમાં પ્લાગર રિપુદમનના અનુભવોને સાંભળ્યા જેને ૫ સપ્ટેમ્બરથી કોચ્ચિમાં અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાને રિપુદમન અને તેની ટીમનો આભાર વ્યકત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે આ અભિયાન હેઠળ લોકોમાં ફિટનેસની સાથે સ્વચ્છતા અંગે પણ જાગૃકતા વધી રહી છે.તેઓએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ૧૩૦ કરોડ દેશવાસી આ દિશામાં એક પગલું ઉઠાવશે તો એક વાર ઉપયોગ પ્લાસ્ટિકથી મુકત થવાની દિશામાં આપણું ભારત ૧૩૦ કરોડ પગલાં આગળ વધશે. વડાપ્રધાને કહ્યું કે ૩૧ ઓકટોબરે સરદાર વલ્લ્ભભાઈ પટેલની જયંતિ છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત આપણું એક સપનું છે અને આ મોકા પર દર વર્ષે ૩૧ ઓકટોબરે અમે સમગ્ર દેશમાં રણ ફોર યુનિટીનું આયોજન કરીએ છીએ.

Related posts

ભારત સામે ચીન ઘૂંટણિયે : સીમા વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા તૈયાર…

Charotar Sandesh

કોરોના સંક્ટ વધવાથી ૮૬% ભારતીયોને થઈ રહી છે નોકરી ગુમાવવાની ચિંતા : રિપોર્ટ

Charotar Sandesh

ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો…

Charotar Sandesh