ભાજપ ફરી થી સત્તામાં આવશે એ જગજાહેર હતું કેમ કે જુનાગઢ કોંગ્રસ નાં પ્રમુખ જ પક્ષ પલ્ટો કરીને ભાજપમાં ભળી ગયા હતાં…!
ગુજરાતમાં જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયા છે. 59 બેઠકોમાંથી ભાજપને ભલે 54 બેઠકો સાથે સતા મળી છે. ભાજપ ફરી થી સત્તામાં આવશે એ જગજાહેર હતું કેમ કે જુનાગઢ કોંગ્રસ નાં પ્રમુખ જ પક્ષ પલ્ટો કરીને ભાજપમાં ભળી ગયા હતાં. પરતું NCP પક્ષઅને તેનાં ઉમેદવારો અડીખમ રહ્યા પરીણામે NCPનાં નવા વરાયેલા અને રાજકારણનાં કુશળ રણનીતિકાર શંકરસિંહ વાઘેલા એ આ ચૂંટણીમાં 4 બેઠકો મેળવીને રાજકીય રીતે ફરી એકવાર પુરવાર કરી બતાવ્યું કે હમ કીસી સે કમ નહી. આ ચૂંટણીમાં 135 વર્ષ જુની કોંગ્રસને સમ ખાવા પૂરતી માત્ર એક જ બેઠક મળી છે. જયારે વાઘેલા બાપૂની રણનીતિને લીધે 4 બેઠકો એન સી પી ને મળી છે.
રાજકીય સુત્રો એ જણાવ્યું કે શંકર સિંહ વાઘેલાને જો અગાઉ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હોત તો લોકસભાની ચુંટણીમાં કંઇક નવા જુની કરી હોત પરંતુ દેર આયે દુરસ્ત આયેની જેમ વાઘેલા બાપૂએ નગરપાલિકાની ચૂંટણીમાં 4 બેઠકો સાથે ડંકો વગાડ્યો છે.
સુત્રએ કહ્યું કે આગામી વર્ષે ઓકટોબર માસ માં અમદાવાદ સહિત અન્ય મહાનગર પાલિકાઓની ચૂંટણી ઓ આવી રહી છે. ત્યારે વાઘેલા બાપૂનાં નેતૃત્વમાં NCP સારા એવા પ્રમાણમાં સૌ પ્રથમ વાર બેઠકો જીતી શકે તેમ છે. કેમ કે ગુજરાતનાં રાજકારણ અને ભાજપ-કોંગ્રસનાં તમામ નેતાઓની કાર્ય પધ્ધતિથી તેવો સારી રીતે પરીચીત છે. અને જેમ જુનાગઢ મનપા માં કોંગ્રેસ કરતાં 4 ડગલાં આગળ રહ્યા તેમ અન્ય મનપા ઓની ચૂંટણીમાં પણ આગળ રહી શકે તેમ છે.4 બેઠકો સાથે વાઘેલા બાપૂ એ રાજકીય ખાતુ ખોલાવ્યું છે.
ભાજપે જૂનાગઢ મનપામાં બહુમતી મેળવી લીધી છે. ભાજપે કુલ 60 બેઠકમાં 59 સીટ પર યોજાયેલી ચૂંટણીમાં 54 સીટ પર જીત મેળવી છે. જ્યારે એનસીપીને 4 અને કોંગ્રેસનું માંડ એક બેઠક મળી છે. આમ મનપાને કોંગ્રેસમુક્ત કરવામાં એક સીટ નડી ગઈ છે. જ્યારે કોંગ્રેસ કરતા એનસીપીને ચાર ગણી વધુ બેઠક મળી છે. વોર્ડ નં.4માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મંજુલાબેનનો વિજય થતા કોંગ્રેસને એક બેઠક મેળવવામાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે, એક બેઠકની ચૂંટણી મુલતવી રહી છે. તેમજ વિપક્ષ નેતા સતિષચંદ્ર વીરડાની પેનલની હાર થતા તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢની પ્રજા વિકાસ ઇચ્છતી નથી.