Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, ક્યાં પડશે વરસાદ…?

આણંદ, ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી…

ગુજરાતમાં આજથી ચાર દિવસ સુધી સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આજે આણંદ, ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
એવી જ રીતે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે. ઉલ્લેખનીય છે આગામી 29 તારીખથી નવરાત્રિ શરૂ થવાની છે. એવામાં વરસાદ નવરાત્રિ સમયે ખૈલેયાઓને નિરાશ કરી શકે છે.

Related posts

ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે અનિશ્ચિત સમય સુધી બંધ…

Charotar Sandesh

પશુપાલકો આનંદો : અમુલે દૂધના ફેટના ભાવમાં કર્યો વધારો

Charotar Sandesh

રાજ્યમાં કોરોના વેક્સિન માટે મતદાર યાદીના આધારે ડોર ટૂ ડોર સર્વે શરૂ…

Charotar Sandesh