Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત રાજકારણ

ગુજરાતમાં ‘કાયદો-વ્યવસ્થા’ ની સ્થિતિ પડી ભાંગી : અમિત ચાવડા

જૂનાગઢની ઘટના બાદ અમદાવાદના ઓઢવમાં પોલીસનો બરબર ચહેરો સામે આવ્યો છે. ગુજરાત પોલીસ હવે પ્રજાની નહીં પરંતુ ગુડાઓની બની ગઇ છે. ગુજરાત પોલીસ જાણે પોતાને સર્વસ્વ માનીને ખાખી વર્દીનો ખોફ રાજ્યની ભોળી જનતાને બતાવી રહી છે.
પત્રકારો પર હુમલા અંગે અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અને તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. પત્રકારો પર પોલીસ લાઠીઓ વીંઝે છે તે તદ્દન અયોગ્ય છે. આ મામલે ૨૪ કલાક બાદ પણ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી એક શબ્દ પણ બોલ્યા નથી તે ખુબ જ દુખદ છે. આ મામલે પોલીસની ભૂમિકા કેમેરામાં કેદ થઇ છે છતા હજુ સુધી આરોપીઓ વિરૂદ્ધ કોઇ પગલા લેવામાં આવ્યા નથી. આ મામલે રાજ્યનાં મુખ્યમંત્રી માફી માગે અને ગુજરાતની જનતાને જવાબ આપે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પત્રકાર લોકો સુધી સમાચાર પહોંચાડતા હતા ત્યારે પોલીસે લાઠીઓ વીંઝી છે. આ મામલે મુખ્યમંત્રીએ આ બનાવ અંગે ગુજરાતની જનતાને જવાબ આપવો જાઈએ અને મુખ્યમંત્રીએ પત્રકારોની બનાવ અંગે માફી માગવી જાઈએ.

Related posts

૧ કરોડના હીરા ચોરનાર ચોર આખરે પકડાયો

Charotar Sandesh

વડોદરામાં ૬૦ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ખંડણીખોરને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યો…

Charotar Sandesh

કોંગ્રેસ કૃષિ કાયદાથી નુકસાન સાબિત કરી બતાવે, હું રાજીનામું આપી દઇશ : ફળદુ

Charotar Sandesh