Charotar Sandesh
વર્લ્ડ

ચીને ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી પરેડમાં ‘ડીએફ-૪૧’ મિસાઈલ લોન્ચ કરી…

૩૦ મિનિટમાં અમેરિકાને ટાર્ગેટ કરી શકે છે…

બેઇજીંગ : અમેરિકા સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે ચીને પોતાની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી પરેડમાં પોતાની સૌથી ઘાતક ડીએફ-૪૧ નામની મિસાઈલને લોન્ચ કરી છે.
ડોંગફેંગ એટલે કે ડીએફ-૪૧ના ટુંકા નામથી ઓળખાતી આ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલની રેન્જ ૧૫૦૦૦ કિલોમીટરની છે. જે અત્યાર સુધી દુનિયામાં બનેલી તમામ મિસાઈલમાં સૌથી વધારે છે. આ મિસાઈલ ૩૦ મિનિટમાં અમેરિકાને ટાર્ગેટ કરી શકે છે.
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડિઝના કહેવા પ્રમાણે આ એક પરમાણુ મિસાઈલ છે અને તે ૧૦ અલગ અલગ ટાર્ગેટ પર પ્રહાર કરવા સક્ષમ છે. ચીને આજે યોજાયેલી પરેડમાં તેનુ પ્રદર્શન કર્યુ હતુ.
ચીને તેની સાથે સાથે અવાજ કરતા પાંચ ગણા વધારે ઝડપથી ઉડી શકતા ડ્રોનને પણ દર્શાવ્યુ હતુ. ચીને પરેડના બહાને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી.પરેડમાં એક લાખ કરતા વધારે કલાકારોએ ભાગ લીધો હતો.

Related posts

કાળમુખો કોરોના અત્યાર સુધીમાં વિશ્વભરના ૩ લાખ લોકોને ભરખી ગયો…

Charotar Sandesh

કોરોના ફેલાવવા બદલ ચીને ભારે કિંમત ચૂકવવી પડશે : ટ્રમ્પનો હૂંકાર…

Charotar Sandesh

પાક. ઓલ-રાઉન્ડર શાદાબ ખાનને વર્લ્ડ કપમાં રમવા ફિટ જાહેર કરાયો

Charotar Sandesh