Charotar Sandesh
વર્લ્ડ

ચીન પાસે પહેલેથી જ ઘણું ધન,વર્લ્ડ બેન્ક લોન આપવાનું બંધ કરે : રાષ્ટ્રપતિ ટ્રમ્પ

USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ બેન્કને કહ્યું છે કે ચીનને લોન આપવાની બંધ કરી દો. ટ્રમ્પે ટ્‌વીટ કરી કેટલાંક પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે વર્લ્ડ બેન્ક શા માટે ચીનને લોન આપી રહી છે? તેની પાસે પહેલેથી જ ઘણું ધન છે અને જો નથી તો ઉભં કરવું જોઇએ. ટ્રમ્પના આ આરોપોનું નાણામંત્રી સ્ટીવન ન્યૂકિને પણ સમર્થન કર્યું.
ન્યૂકિને કહ્યું કે ચીન પહેલેથી જ નાના દેશોને અબજો ડોલર લોન પેટે આપી રહ્યું છે તો પછી તેને લોનની શું જરૂર છે. સંસદમાં આપેલા નિવેદનમાં નાણામંત્રીએ કહ્યું કે અમેરિકાએ ચીનને મળનારી બહુવર્ષીય લોન કાર્યક્રમ પર આપત્તિ દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ બેન્કે ચીનને ૨૦૧૯ના નાણાકીય વર્ષમાં લગભગ ૧.૩ અબજ ડોલર એટલે કે ૯૨૬૮ કરોડ રૂપિયાની લોન આપી હતી. તે ૨૦૧૭ની ૨.૪ અબજ ડોલર એટલે કે ૧૭૧૧૧ કરોડ રૂપિયાની સરખામણીએ અડધી છે. છેલ્લા પાંચ વર્ષમાં વર્લ્ડ બેન્કે ચીનને સરેરાશ ૧.૮ અબજ ડોલર એટલે કે ૧૨૮૩૩ કરોડ રૂપિયાની લોન આપી છે.

વર્લ્ડ બેન્ક બોર્ડે ગુરૂવારે જ ચીનને આધારભૂત અને પર્યાવરણીય માળખામાં સુધાર માટે પાંચ વર્ષના લોન કાર્યક્રમ પર વિચાર શરૂ કર્યો છે. બેન્કે ચીનની મદદ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. જોકે બોર્ડનું કહેવું છે કે દર વર્ષે મળનારી લોન ટૂંક સમયમાં જ ખત્મ થશે. વર્લ્ડ બેન્કમાં ચીન બાબતોના નિદેશક માર્ટિન રેજરે કહ્યું કે અમે ટૂંક સમયમાં જ ચીનને મળનારી લોનમાં કાપ મૂકીશું. તે અમારી વચ્ચેના સંબંધોના વિકાસને દર્શાવશે.

  • Naren Patel

Related posts

એચ-૧બી વીઝા ધારકોના સ્પાઉસની વર્ક પરમિટ રદ કરવાનો યુએસ કોર્ટનો ઈનકાર…

Charotar Sandesh

અમેરિકાના કેલિફોર્નિયામાં ચપ્પાથી હુમલો કરી ૪ લોકોની હત્યા…

Charotar Sandesh

વડાપ્રધાન જાપાનમાં : મોદી-આબે વચ્ચે દ્ધિપક્ષીય વાર્તા, વિવિધ મુદ્દે ચર્ચા થઇ

Charotar Sandesh