Charotar Sandesh
ગુજરાત ધર્મ ભક્તિ

જૈન શાસન સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ જૈનસંઘોમાં ઉજવણી કરાઈ

વૈશાખ સુદ-૧૧ને બુધવારે જૈન શાસન સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના વિવિધ જૈનસંઘોમાં ઉજવણી કરવામાં આવી હતી. મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું હતું કે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ તથા સોલારોડ જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે સવારે ૬.૩૦ કલાકે ‘શાસન વંદનાયાત્રા’ યોજવવામાં આવી હતી. કેશવનગર જૈન સંઘ, સુભાષબ્રિજ ખાતે મુનિરાજ હંસબોધિ વિજયજી મ.સા.ની નિશ્રામાં પ્રભાત ફેરી, જૈન ધજા લહેરાવી હતી. તેમજ નવકાર જૈન સંઘ, વાસણામાં પાઠશાળાના બાળકોની રેલી યોજાવાઈ હતી.
મણિનગર સંઘમાં પણ સંઘના બાલક બાલિકાઓની પ્રભાતફેરી, જૈન ધ્વજ ફરકાવ્યો હતો, શાસન વંદના ના ગીત ગવાયા હતા. દિલ્હી દરવાજા પાસેની હઠીસિંગની વાડીમાં પૂજ્ય આચાર્ય શીલચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પ્રભુ ભÂક્તનું એક સંગીતમય અનુષ્ઠાન યોજાવાયું હતું. ‘ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી’ના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જાડાયા હતા.

Related posts

સુરક્ષા અને સાફ-સફાઈ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું મૉડિફિકેશન કરાશે…

Charotar Sandesh

ભરતસિંહ સોલંકીએ કોરોનાને આપી માત, છતાં હોસ્પિટલમાંથી નથી મળી રજા…

Charotar Sandesh

સરકારે કોરોના રસી ભાવ નક્કી કર્યા : ખાનગી હોસ્પિટલમાં ૨૫૦ ચૂકવવા પડશે…

Charotar Sandesh