Charotar Sandesh
વર્લ્ડ

‘જોકરે’ ૬ હજાર કરોડનો બિઝનેસ કર્યો, ચાહકોની ઓસ્કર અવોર્ડ આપવાની માગ…

USA : તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ’જોકરે’ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બોક્સ ઓફિસના ડેટા અનુસાર, ટેડ ફિલીપ્સના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે શનિવાર સુધીમાં ૯૦૦ મિલિયન ડોલરનો બિઝનેસ કરી લીધો છે. આ ઉપરાંત, આ ફિલ્મ ’ડેડપૂલ’ના ૭૮૩ મિલિયનના ડોલરના રેકોર્ડને પછાડીને ટોપ ગ્રોસિંગ આર રેટેડ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મમાં જોકરનો મુખ્ય રોલ જોકિન ફિનિક્સે પ્લે કર્યો છે.
રિપોર્ટ અનુસાર, ’જોકરે’ અમેરિકામાં ૨૯૯ મિલિયન ડોલરનો બિઝનેસ કર્યો છે, જ્યારે દુનિયાભરમાં ૬૦૨ મિલિયન ડોલરની કમાણી કરી છે. ફિલ્મ નિષ્ણાતો અનુસાર, થિયેટરમાંથી ઉતરતા પહેલાં આ ફિલ્મ ૯૫૦ મિલિયન ડોલરની કમાણી કરે એવી સંભાવના છે.
ફિલ્મમાં જોકરનો રોલ પ્લે કરી રહેલા જોકિન ફિનિક્સની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. એટલે સુધી કે ફેન્સ તેના માટે ઓસ્કરની માગ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ’બેટમેન ડાર્ક નાઇટ’માં જોકરનો કિરદાર પ્લે કરનાર હીથ લેઝરને જોકિન ફિનિક્સે સારી ટક્કર આપી છે. હીથને જોકર રોલ માટે ઓસ્કર આપવામાં આવ્યો હતો. જોકરના રોલમાં ઢળવા માટે જોકિને ૨૩ કિલો સુધી વજન ઘટાડ્યું હતું.

  • Yash Patel

Related posts

અમેરિકા ૨૦૨૦ ચૂંટણી : પ્રમુખપદની રેસમાંથી કમલા હેરિસ ખસી ગયા…

Charotar Sandesh

અમેરિકાએ ચીની બનાટવના ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો…

Charotar Sandesh

અમેરીકાના ન્યુજર્સીના જૈન સંઘમાં પ્રથમવાર શ્રી ધર્મચક્ર તપની સામુહિક આરાધના કરાઈ

Charotar Sandesh