Charotar Sandesh
ઈન્ડિયા

જોર કા ઝટકા ધીરે સે..! જીએસટી દરોમાં ધીમે-ધીમે કરાશે વધારો…

કરમુક્ત ચીજોની સંખ્યા ઓછી કરવા સાથે રેટના માળખાનું પુનર્ગઠન કરાશે : જુદા જુદા વિકલ્પો પર વિચાર…

નવી દિલ્હી : નવેમ્બરમાં પણ જીએસટીની વસુલાત ૧ લાખ કરોડ ઉપર રહી હોવા છતાં સરકાર મૂળ લક્ષથી દૂર રહી છે. હવે ગ્રાહકોને અચાનક ઝટકો ન લાગે એ માટે ઓછામાં ઓછી ચીજોને કરમુક્ત રાખવા ઉપયોગ રેટમાં ક્રમશઃ વધારો કરવામાં આવશે. રાજયો અને કેન્દ્રના અધિકારીઓને વસુલાત વધારવા બાબતે સમીતી હાલના રેટ માળખાનો અભ્યાસ કરી રહી છે.

એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ રેટ વધારો ધીમા ડોઝ આપી અથવા કેટલીક આઈટેમ તબકકાવાર ઉંચા સ્લેબમાં લઈ જઈ ઉદારતાથી થઈ શકે. માળખાની સમીક્ષા કરવી જરૂરી છે, પણ તમે એ કઈ રીતે કરો છો એ જુદી બાબત છે. લોકોને અચાનક આઘાત ન લાગે એ માટે તમે એ ધીમે ધીમે કરી શકે. આ એક વિકલ્પ છે.હાલમાં જીએસટીમાંથી બાકાત રહેલી ૧૫૦ આઈટેમોની સમીક્ષા થશે. એ ઉપરાંત ૨૬૦ આઈટેમ ૫% ના સ્લેબમાં છે.

અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોસેસ્ડ આઈટેમ નીચા સ્લેબ અતવા એકઝેમ્પટેડ કેટેગરીમાં રહી ન શકે. એનાથી તેમના માટે ઈનપુટ ટેકસ ક્રેડીટની સમસ્યા ઉભી થાય છે અને સ્પર્ધાત્મકતાને ધસારો પહોંચે છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી વસુલાત માસિક સરેરાશ રૂા.૧,૦૬,૬૪૬ કરોડ રહી છે. બજેટ ટાર્ગેટને પહોંચી વળવા મહિને રૂા.૧.૧૨ લાખ કરોડ મળવા જરૂરી છે.સમિતિના સૂચનો પર જીએસટી કાઉન્સીલની બેઠકમાં ચર્ચા થશે. પંજાબ જેવા રાજયે ૧૦% અને ૨૦%ના સ્લેબ ઉપરાંત સિત અને લકઝરી ગુડસ માટે ૨૫% નો ત્રીજો રેટ સૂચવ્યો હતો. પશ્રિ્‌ચમ બંગાળ અને દિલ્હી જેવા રાજયો હાલના માળખામાં નોંધપાત્ર ફેરફાર કરવાના પક્ષમાં નથી.હાલના માળખામાં સાત રેટ કેટેગરી એકઝેમ્પ્ટ, ૦.૨૫%, ૩%, ૫%, ૧૨%, ૧૮% અને ૨૮% છે.

અધિકારીઓની સમિતિ માલસામાન અને સેવાઓમાં એકઝેમ્પશન લઘુતમ બનાવવા અને વસુલાતમાં નુકશાની ન થાય તેવા સિંગલ રેટ જીએસટી પર વિચાર કરી રહી છે. ૧ જુલાઈ, ૨૦૧૭એ જીએસટીનો અમલ થયો ત્યારે રેવન્યુ, ન્યુટ્રલ દર ૧૫.૫% અંદાજવામાં આવ્યો હતો.સમિતિએ સ્લેબના પુનર્ગઠન, ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચરમાં સુધારા કરવા મોબાઈલ સહિત કેટલીક ચીજો પર દર વધારવા સૂચન કરી ૨૮%માંથી ૧૮% સ્લેબમાં લવાયેલી આઈટેમોની સમીક્ષા કરવા જણાવ્યું હતું.

Related posts

મુંબઇ એરપોર્ટ કૌભાંડમાં ઇડીના દરોડા, ૮૦૦ કરોડનું કૌભાંડ હોવાની આશંકા…

Charotar Sandesh

ઇન્કમ ટેક્સ વિભાગે આઇટીઆર ફાઇલની તારીખ ૩૦ નવેમ્બર સુધી લંબાવી…

Charotar Sandesh

તમારી પ્રાઇવસીને અસર થતી હોય તો વોટ્‌સએપ ડિલીટ કરી દો : હાઇકોર્ટ

Charotar Sandesh