Charotar Sandesh
ઈન્ડિયા

ઝારખંડમાં બીજા તબક્કાની ૨૦ બેઠકો પર ૬૦ ટકાથી વધુ મતદાન…

સિસઇમાં પોલીસની રાઇફલ છિનવવાના પ્રયાસમાં એકનું મોત…

મુખ્યમંત્રી રઘુવર દાસ સહિતના દિગ્ગજ નેતાઓના ભાવિ ઇવીએમમાં કેદ…

રાંચી : નક્સલવાદગ્રસ્ત ઝારખંડ રાજ્યની વિધાનસભાની ૮૧ બેઠકોની ચૂંટણીમાં બીજા તબક્કામાં આજે શનિવારે ૨૦ બેઠકો માટે મતદાન યોજાયું હતું. તેમાં મુખ્ય પ્રધાન રઘુવર દાસની જમશેદપુર પૂર્વ બેઠકનો પણ સમાવેશ થાય છે, તેમની સામે બળવાખોર નેતા સરયુ રાય ચૂંટણી જંગના મેદાનમાં છે. આજની ૨૦ બેઠકો પર કુલ ૨૬૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તમામ મતદાન મથકો પર સુરક્ષાની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
૨૦માંથી બે બેઠકોમાં સાંજના ૫ વાગ્યા સુધી તો બાકીની ૧૮ બેઠકો માટે બપોરના ૩ વાગ્યા સુધીના મતદાનમાં અંદાજે ૬૦ ટકા મતદાન નોંધાયું હતું. સિસઈમાં સુરક્ષા દળ અને ગ્રામીણોની અથડામણમાં કરવામાં આવેલા ગોળીબારમાં એકનું મોત થયુ હતું જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. સિસઇને છોડીને અન્ય તમામ વિધાનસભા વિસ્તારમાં શાંતૂપૂર્ણ મતદાન ચાલુ છે. આ ઉપરાંત ચૂંટણી ફરજ પરના એક પોલીસ કર્મીનું હાર્ટએટેકથી નિધન થયું હતું.
ઝારખંડમાં બીજા તબક્કામાં ૩ વાગ્યા સુધી ૬૦ ટકા મતદાન થયુ છે. સૌથી વધુ સિસઇ બેઠક પર ૬૮.૬ ટકા મતદાન થયુ છે. જ્યારે બહરાગોડા વિધાનસભા બેઠક પર ૬૮.૩૮ ટકા મતદાન થયુ છે. ઝારખંડની ૧૮ બેઠકો પર મતદાન પૂર્ણ થયુ છે.

ઝારખંડમાં મતદાન દરમિયાન હાર્ટ એટેક આવતા એક પોલીસ જવાનનું મોત થયુ હતું. આ ઘટના પૂર્વી સિંહભૂમ વિસ્તારમાં બની હતી. મદદનીશ સબઇન્સ્પેક્ટર હરીશચંદ્ર ગિરી ઘાટશિલામાં બૂથ નંબર ૨૩૪ પર તૈનાત હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. ફરજ પર ઘટના સ્થળે રહેલા અન્ય પોલીસ કર્મીઓ તેમને નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા.જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ પોલીસ કર્મી યુપીના આઝમગઢનો હતો.
શનિવારે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન, સીસાઈમાં કેટલાક અસામાજિક તત્વોએ સુરક્ષા દળોના હથિયારો છીનવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં એક વ્યક્તિ માર્યો ગયો હતો અને બે અન્ય ઘાયલ થયા હતા. સીસાઈ વિધાનસભા મત વિસ્તારના ચરાડા પંચાયત વિસ્તારમાં બાભની ગામ સ્થિત પોલિંગ સ્ટેશન નંબર પર સુરક્ષા દળોએ કરેલી કાર્યવાહી બાદ સ્થાનિક ગ્રામજનો રોષે ભરાયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો અને આ મતદાન મથકે મતદાન બંધ કરવું પડ્યું હતું.

Related posts

નવો ટ્રાફિક કાયદો બેકફાયર થયો? એક કરતાં વધુ ભાજપ શાસિત રાજ્યોએ વિરોધ કર્યો…

Charotar Sandesh

સતત સાતમા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો : મ.પ્રદેશમાં પેટ્રોલ સદી ફટકારી…

Charotar Sandesh

દિલ્હીના પ્રદૂષણથી લોકો ઘરમાં પણ માસ્ક પહેરે છે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh