Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટી-૨૦ રેન્કિંગ : ’હેટ્રિક મેન’ લસિથ મલિંગાએ ૨૦ સ્થાનોની છલાંગ લગાવી…

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હેટ્રિક સહિત ચાર બોલ પર ચાર વિકેટ ઝડપનાર શ્રીલંકાનો અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ આઈસીસીના તાજા ટી-૨૦ રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે. તે બોલરોની યાદીમાં ૨૦ સ્થાનની છલાંગ લગાવીને ૨૧મા સ્થાન પર પહોંચી ગયો છે. મલિંગા આ પહેલા વનડેમાં પણ ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી ચુક્યો છે.
હવે તે ટી૨૦ અને વનડેમાં ચાર બોલ પર સતત ચાર વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. મલિંગાએ શુક્રવારે ન્યૂઝીલેન્ડની સાથે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં ચાર ઓવરમાં એક મેડન સહિત છ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
તેના આ શાનદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને ૩૭ રનથી પરાજય આપ્યો હતો. મલિંગા ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. ટી૨૦ રેન્કિંગમાં મલિંગા સિવાય અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ટોપ પર યથાવત છે.
ન્યૂઝીલેન્ડનો મિશેલ સેન્ટનર છ સ્થાન ઉપર આવીને પાંચમાં સ્થાન પર પહોંચી ગયો છે જ્યારે ભારતીય લેગ સ્પિનર કુલદીપ યાદવ આઠમાં સ્થાને યથાવત છે.

Related posts

પંતે સૌથી ઓછી ઇનિંગ્સમાં એક હજાર રન ફટકારી ધોનીનો રેકોર્ડ તોડ્યો…

Charotar Sandesh

હાર્દિક અને કૃણાલ પંડ્યાએ મોંઘીદાટ લેમ્બોર્ગિની કાર ખરીદી…

Charotar Sandesh

વેસ્ટ ઇન્ડિઝે ભારત સામેની વનડે સિરીઝ માટે ટીમ જાહેર કરી, ક્રિસ ગેલનો સમાવેશ…

Charotar Sandesh