Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટી-૨૦ વિશ્વકપ ૨૦૨૦ માટે ૧૬ ટીમ નક્કી, ભારત પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે…

ન્યુ દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષ યોજનાર ટી-૨૦ વર્લ્ડ કપ માટે ૧૬ ટીમ નક્કી થઈ ગઈ છે. ટુર્નામેન્ટ માટે આયર્લેન્ડ, નામીબિયા,નેધર્લેન્ડ, ઓમાન, પાપુઆ ન્યુ ગિની તથા સ્કોર્ટલેન્ડે ક્વોલિફાઈ કરી લીધેલ છે. આ તમામ ટીમ શ્રીલંકા-બાંગ્લાદેશ સાથે બે ગ્રુપમાં પ્રથમ રાઉન્ડની મેચ રમશે. આ પૈકી મોખરાની ચાર ટીમ સુપર-૧૨માં પહોંચશે. આ ટૂર્નામેન્ટ આગામી વર્ષ ૧૮ ઓક્ટોબરથી ૧૫મી નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રમાશે. તેમા ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે ૨૦મી ઓક્ટોબરના રોજ પર્થમાં યોજાશે.
પ્રથમ રાઉન્ડ માટે ગ્રુપ-એ માં શ્રીલંકા સાથે પાપુઆ ન્યૂ ગિની, આયર્લેન્ડ અને ઓમાન રહેશે. આ તમામ મેચ ૧૮મી થી ૨૨મી ઓક્ટોબર સુધી જિલોંગ શહેરમાં યોજાશે. નેધર્લેન્ડ, નામીબિયા અને સ્કોટલેન્ડને બાંગ્લાદેશ સાથે ગ્રુપ-બી માં રાખવામાં આવેલ છે. નેધર્લેન્ડ, નામીબિયા અને સ્કોટલેન્ડને બાંગ્લાદેશ સાથે ગ્રુપ-બીમાં રાખવામાં આવેલ છે. આ તમામ મેચ ૧૯મીથી ૨૩મી ઓક્ટોબર, ૨૦૨૦ સુધી હોબાર્ટમાં રમાશે. ટૂર્નામેન્ટનો પ્રારંભ શ્રીલંકા અને આયર્લેન્ડ વચ્ચે કાર્દિનિયા પાર્ક સ્ટેડિયમમાં રમાનાર મેચથી થશે.
પ્રથમ તબક્કા બાદ ગ્રુપ-એની મોખરાની ટીમ અને ગ્રુપ-બીની બીજા ક્રમની ટીમ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ તથા વેસ્ટઈન્ડિઝ સાથે ગ્રુ-૧ માં સામેલ હશે. જ્યારે ગ્રુપ-બીની મોખરાની ટીમ અને ગ્રુપ-એ ની બીજા નંબરની ટીમ ભારત, ઈગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા તથા અફઘાનિસ્તાન સાથે ગ્રુપ-૨ માં રહેશે. આ તમામ વચ્ચે સુપર-૧૨ મેચ યોજાશે. બન્ને ગ્રુપની મોખરાની બે-બે ટીમ સેમીફાઈનલમાં રમશે. ટુર્નામેન્ટની ફાઈનલ ૧૫મી નવેમ્બર, ૨૦૨૦ રોજ મેલબોર્નમાં રમાશે. યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે સિડનીમાં ૨૪મી ઓક્ટોબર, ૨૦૨૦ રોજ રમશે.

Related posts

ભારતનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવા માંગે છે…

Charotar Sandesh

ખેડૂતોની માંગણી ના સંતોષાઈ તો પરત કરી દઈશ ખેલ રત્ન એવોર્ડઃ બોક્સર વિજેન્દ્રસિંહ

Charotar Sandesh

સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૭૦૦૦ રન પૂરા કરનાર બેટ્‌સમેન બન્યો…

Charotar Sandesh