Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટેસ્ટ ક્રિકેટ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની જરૂર હતી : વિરાટ કોહલી

ન્યુ દિલ્હી,
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆતથી બહુ ઉત્સુક છે. તેમજ ખુશ પણ છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ માટે સાચા સમયે આની શરૂઆત થઇ રહી છે. લાંબા ફોર્મેટને આની જરૂર હતી. આનાથી બાઈલેટરલ સિરીઝનું મહત્વ વધશે અને તેમજ ટીમો વધુ યોજનાઓ સાથે મેદાને ઉતરશે. ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વર્લ્ડની ટોપ-૯ ટીમો આગામી ૨ વર્ષ એકબીજા સામે રમશે અને ૨ વર્ષના અંતે ટોપની ૨ ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.
વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા પછી ટીમને કહ્યું હતું કે આપણે ટૂર્નામેન્ટમાં જે રીતે રમ્યા, તેના પર તમને ગર્વ હોવો જોઈએ. તમે ક્યારેય ન ભૂલતા કે આપણું પ્રદર્શન સારું રહ્યું હતું. જ્યારે તમે પોતાને ક્રેડિટ આપવાનું બંધ કરી દો છો, ત્યારે તમે પોતાના પર કારણ વગરનું દબાણ નાખવાનું શરૂ કરો છો. હાર અને જીતમાં બેલેન્સ જાળવી રાખવું અગત્યનું છે.

જયારે તમને પોતાના પર વિશ્વાસ હોય છે અને તમે મારુ શ્રેષ્ઠ આપો છો ત્યારે તમારું કેરેક્ટર મજબૂત થાય છે. અમારા માટે હારનો સામનો કરવો સરળ ન હતો, ખાસ કરીને ત્યારે જયારે અમને ખબર હતી કે અમે બહુ ભૂલો કરી ન હતી. તમે ભૂલો કરી હોય તો તેનો સ્વીકાર કરીને આગળ ચાલવું સરળ છે. પરંતુ આ રીતે બહુ તકલીફ થાય છે. સવારે ઉઠીને તમે વિચારો છો કે અમે કઈ ભૂલ કરી નથી, તેમ છતાં ટૂર્નામેન્ટની બહાર છીએ.

Related posts

રણજી મેચ : ગુજરાતે હૈદરાબાદને ૨૩૩ રનમાં ઓલઆઉટ કર્યું…

Charotar Sandesh

વેસ્ટ ઇન્ડિઝે અફઘાનિસ્તાનને ૩-૦થી કચડ્યું, શાઇ હોપની શાનદાર સદી…

Charotar Sandesh

વિરાટ કોહલી કેપ્ટન છે અને રહેશે : રહાણેની સ્પષ્ટતા…

Charotar Sandesh