Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

ડભોઈ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની પુત્રીની કાર ટોળાએ ઘેરી, વાઈપર ઉખાડી કાંચ તોડી નાખ્યો…

અકબરહુસેને સહિત અજાણ્યા સાતેક હુમલાખોરો સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ…

વડોદરા : આજે બપોરના સમયે દાંડીયા બજાર ચાર રસ્તા ખાતે મ.સ.યુનિ.ની ટેક્‌નોલોજી ફેકલ્ટીની માસ્ટર્સની વિદ્યાર્થીની અને ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ની પુત્રી રતિ મહેતા સાથે નજીવી બાબતે ઝગડો કરી, કાર પર હુમલો કરનાર તાંદલજાના અકબરહુસેન મહંમદરફીક શેખ અને તેની પત્ની અસ્માબહેન સહિતના ૬ થી ૭ના શખ્સો સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર રસ્તા રેડ સિગ્નલ હોઈ ઉભી રહેલી રતિની કારના પાછળના ભાગે ટુવ્હિલર અથડાવાને કારણે ઝગડો થયો હતો.

ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ની પુત્રી રતિ મ.સ.યુનિ.ની પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ છે, અને ટેકનોલોજી વિભાગમાં માસ્ટર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. આજે બપોરના લગભગ અઢી વાગ્યાના સુમારે દાંડિયા બજારમાં ચાર રસ્તા ખાતે રેડ સિગ્નલ હોઈ રતિએ કાર ઉભી રાખી હતી. દરમિયાનમાં ગલીમાંથી એકદમ નિકળેલ એક્સેસ ટુવ્હિલર કારની પાછળના ભાગે અથડાયું હતું. તાંદલજાના ફિરોઝનગરનો રહેવાસી અકબરહુસેન મહંમદરફીક શેખ ટુવ્હિલર ચલાવી રહ્યો હતો અને તેની પત્ની અસ્માબહેન પાછળ બેઠા હતા.

ટુવ્હિલર કાર સાથે ભટકાયા બાદ ગ્રીન સિગ્નલ થતાં રતિએ કાર આગળ વધારતાં અસ્માબહેને ગાળો બોલી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને કારનું વાઈપર તોડી નાખ્યું હતું. અને વાઈપરથી કારનો મોટો કાચ તોડી નાખ્યો હતો. દરમિયાનના અકબરહુસેન ફોન કરીને કેટલાંક લોકોને બોલાવતા તેમણે પણ કારને ઘેરી લીધી હતી. અને તમામે ગમે તેમ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલી રતિએ તાત્કાલિક પોતાના સગા સંબંધીઓને જાણ કરી હતી.

આખરે સમગ્ર મામલો રાવપુરા પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. હજી તો પોલીસ હુમલાખોર શખ્સો સામે કોઈ કાર્યવાહી કરે, તે પહેલા તો વકીલોનો જમાવડો પોલીસ સ્ટેશનની બહાર જોવા મળ્યો હતો. જોકે આ મામલે રાવપુરા પોલીસે રતિ મહેતાએ નોંધાવેલી ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Ravi Patel, Vadodara

Related posts

ઉજ્જૈન મંદિરથી દર્શન કરી પરત ફરતા ખંભાતના ૫ મિત્રોને અકસ્માત નડ્યો : ૩ યુવોનોના મોત

Charotar Sandesh

નડિયાદ MGVCL કચેરીમાં કોરોના વિસ્ફોટ, ૨૫ કર્મચારીઓ પોઝિટિવ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં અત્યાર સુધી ૧,૪૨,૨૨૬ સિનિયર સિટીઝનોને રસી અપાઇ…

Charotar Sandesh