Charotar Sandesh
ગુજરાત ચરોતર

ડરના જરૂરી હૈ… ભયના માહોલ વચ્ચે મોટા ભાગના ટુવ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેર્યા…

પ્રારંભે પોલીસનું થોડુ કુણુ વલણ : ડ્રાઇવીંગ લાયસન્સ, પીયુસી, વીમો, આરસી બૂક સાથે રાખીને નીકળ્યા…

કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એકટમાં ગુજરાત સરકારે સુધારો કરી દંડની રકમમાં ઘટાડો કર્યા પછી આજથી આ અમલનો રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ ટુવ્હીલર ચાલકોને ફરજીયાત આર.સી. બૂક, વાહનનો વિમો, ડ્રાઇવીંગ લાયસન્સ, પીયુસી સાથે રાખવાના છે અને હેલ્મેટ પણ પહેરવાનું છે. રાજકોટમાં ભયના માહોલ વચ્ચે અને મસમોટા, ખિસ્સા ખંખેરી નાંખતા દંડથી બચવા માટે દસમાંથી સાતેક વાહન ચાલકો હેલ્મેટ પહેરીને અને સાથે જરૂરી દસ્તાવેજો લઇને નીકળ્યાનું જણાયું હતું.

કાયદા સામે ડરના જરૂરી હૈ…જેવો માહોલ શહેરમાં સર્જાયો છે. વાહન ચાલકોએ મને કમને કહ્યું હતું કે ખુબ મોટા દંડથી બચવા કરતાં નિયમો પાળવા એ વધુ સારુ છે. તો કેટલાકે કહ્યું હતું કે અમે હજુ પણ હેલ્મેટ ખરીદી શકયા નથી. હવે ખરીદશું. આજથી ૧૬મીથી નવા નિયમોનું પાલન કરાવવા પોલીસ ચોકે-ચોકે ઉભી રહી જશે તેવું અગાઉથી જ જાહેર કરવામાં આવ્યું હોઇ ભયના માહોલ વચ્ચે રાજકોટના ટુવ્હીલર ચાલકો નિયમોનું પાલન થઇ શકે તે માટે અગાઉથી  જ ધંધે લાગી ગયા હતાં. લાયસન્સ, પીયુસી,  વીમો, આરસી બૂક જેવા દસ્તાવેજો એકઠા કરવા વાહન ચાલકો છેલ્લા અઠવાડીયાથી દોડધામ કરી રહ્યા હતાં. આમ છતાં અમુકને આ બધુ ભેગુ કરવામાં હજુ આજે પણ ટાંગામેળ થયો નથી. જેની પાસે લાયસન્સ, પીયુસી, વીમો અને આરસી બૂક નહોતી તેવા મોટા ભાગના વાહન ચાલકો રિતસર બીજા કામ ધંધા પડતા મુકી આ બધા દસ્તાવેજો ભેગા કરવા ધંધે લાગ્યા હતાં. આ કારણે આરટીઓ, પીયુસી સેન્ટર ખાતે કીડીયારૂ ઉભરાયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. તો હેલ્મેટ ખરીદવા માટે પણ બધા દોડધામ કરતાં જોવા મળ્યા હતાં.

Related posts

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન, ૮ ડિસેમ્બરે થશે મતગણતરી, ચુંટણીનું એલાન આ તારીખે કરાય તેવી શક્યતા, જુઓ

Charotar Sandesh

ખંભાતવાસીઓ ખુશખબર : ક્વોરોન્ટાઈનમાં રખાયેલ ૩૦ જેટલા સંક્રમિતો દર્દીઓને રજા અપાઈ…

Charotar Sandesh

વડોદરામાં અનોખો વિરોધ : માલધારીઓએ શ્રાદ્ધ પક્ષમાં રખડતા કૂતરાઓને દૂધ પીવડાવ્યું

Charotar Sandesh