Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

ડિગ્રીને શું ધોઇ પીવી છે? નોકરી મળતી નથી : યુવાનોએ પ્રમાણપત્ર નદીમાં પધરાવ્યા…

અમરેલી જિલ્લા એનએસયુઆઇનો અનોખો વિરોધ : યુવાનો હતાશ…

અમરેલી : ગુજરાત સહિત સમગ્ર દેશ માં જ્યારે રોજગારી ની તક પ્રાપ્ત કરવા અને રોજગારી મેળવવા અઘરા બનતા જઈ રહ્યા છે ત્યારે પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી પૈસા એકત્ર કરી વાલી એના સંતાનને ભણાવે છે સ્નાતક કે અનુસ્નાતક અભ્યાસ પરિપૂર્ણ કર્યા બાદ જ્યારે નોકરી ની શોધ માં આમ તેમ ભટકે છે ત્યારે ભણતર ના પ્રમાણ માં વેતન પણ પ્રાપ્ત થતું નથી સામાન્ય મજૂરી કરી કમાતો મજૂર અને બીજી તરફ ભણેલ ગણેલ યુવાન બંને ની હાલત સમાંતર થઈ ચૂકી છે.

આખા દેશમાં મંદીના કારણે પ્રાઇવેટ સેકટર પડી ભાંગ્યા છે દેવા માં ડૂબી ચુક્યા છે જેના કારણે મોટી સંખ્યા માં કર્મચારી ને છુટા કરવા માં આવી રહ્યા છે અને જે કર્મચારી ને કંપની છુટા નથી કરી શકતી તેનો પગાર ઓછો કરી શારીરિક માનસિક ત્રાસ આપી નોકરી છોડવા મજબૂર કરવા માં આવી રહ્યા છે બીજી તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર અનેક વિભાગો માં પડેલ ખાલી જગ્યા પણ ભરવા નથી આપતી અને તેની માનીતી કંપની અને મળતીયા ને લાભ પહોંચાડવા માટે કોન્ટ્રાકટ પદ્ધતિ થી ભરતી કરી એક પ્રકાર નું શોષણ કરી રહી છે ત્યારે આટ આટલું ભણવા છતાં યોગ્ય પગાર ધોરણ નથી મળી રહ્યો સ્નાતક અભ્યાસ કરેલ ને પટ્ટાવાળા જેટલું વેતન ચૂકવી ક્રૂર મજાક કરવા માં આવી રહી છે ત્યારે આ બધી બાબતો પર નજર ફેરવતા ચોક્કસ પ્રકારે લાગી રહ્યું છે કે આટલી મહેનત કરી મેળવેલ આ બધી ડિગ્રી નકામી છે.

Related posts

હવામાન વિભાગે કરી આ આગાહી, નવરાત્રી આયોજકો અને ખેલૈયા વરસાદને લઇને ચિંતામાં !

Charotar Sandesh

વતન જવાને લઈ શ્રમિકોમાં ધીરજ ખૂટી, અમદાવાદમાં પથ્થરમારો…

Charotar Sandesh

સૌથી વધુ યુવાનોને નોકરી આપનાર રાજ્ય ગુજરાત : મુખ્યમંત્રી રૂપાણી

Charotar Sandesh