Charotar Sandesh
સ્પોર્ટ્સ

ડિવિલિયર્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જલ્દી પાછો ફરી શકે છે : ડુ પ્લેસીસ

કેપટાઉન : દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે કહ્યું કે, એબી ડિવિલિયર્સ જલ્દી જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરી શકે છે. ડુ પ્લેસીસ અનુસાર છેલ્લા બે-ત્રણ મહિનાથી તેની સાથે વાપસીને લઈને વાતચીત ચાલી રહી છે. તે દક્ષિણ આફ્રિકાની આગામી ટી-૨૦ સીરિઝ પહેલા ટીમમાં પરત ફરી શકે છે. ડુ પ્લેસીસે મજાનસી સુપર ટી-૨૦ લીગની ફાઇનલ પછી આ અંગે જાણકારી આપી હતી. તેણે કહ્યું કે, આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ડિવિલિયર્સને ટીમમાં પાછા લાવવાના પ્રયાસ ચાલુ છે. ટીમના નવા હેડ કોચ માર્ક બાઉચરે પણ તાજેતરમાં કહ્યું હતું કે, હું ટીમમાં ડિવિલિયર્સનું સ્વાગત કરવાનું પસંદ કરીશ.

ડુ પ્લેસીસે કહ્યું કે, ટી-૨૦ વર્લ્ડ કપ વધારે દૂર નથી. સીઝન દરમિયાન ટીમને વધુ ઇન્ટરનેશનલ ટી-૨૦ મેચ રમવા મળશે નહીં. તેની સાથે વાતચીત ચાલુ છે અને આગામી ટી-૨૦ સીરિઝ પહેલા તે ટીમમાં પાછો ફરી શકે છે. ડિવિલિયર્સે ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે અત્યારે દુનિયાના અલગ-અલગ દેશમાં ટી-૨૦ લીગમાં રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે ત્રણ ટી-૨૦ની સીરિઝ રમશે. તે પછી ૧૨થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન કાંગારું સામે ૩ મેચમાં ટકરાશે.

Related posts

ધોનીનું શિમલા વેકેશન : પરિવાર સાથે સફરજનના બગીચા ધરાવતી વિલામાં રોકાયો…

Charotar Sandesh

આઈસીસી ટેસ્ટ રેન્કિંગઃ કોહલી બેટ્‌સમેનમાં નંબર-૧, સ્મિથ બીજા સ્થાને…

Charotar Sandesh

નતાશાએ હાર્દિક પંડ્યાનો ફોતો શેર કરી લખ્યું-તમે મને પૂરી કરો છો…

Charotar Sandesh