Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને ઠગાઇ કરતા મામા-ભાણેજની ધરપકડ…

વડોદરા,
ડેટા એન્ટ્રીનું ઘર બેઠા કામ આપવાના બહાને છેતરપિંડી કરતા બનાસકાંઠાના ભેજાબાજ મામા-ભાણેજની સાઇબર ક્રાઇમે પાટણથી ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ભેજાબાજોએ ફોન કરીને વડોદરાની એક યુવતીને એક પેજ ડેટા એન્ટ્રીના કામના ૨૦ રૂપિયા આપવાની લાલચ આપીને રૂપિયા ૨,૫૦૦ની છેતરપિંડી કરી હતી.

વાઘોડિયા રોડ ઉપર આવેલા સનમિલન કોમ્પ્લેક્ષના સંસ્કૃતિ ટાવરમાં અર્પિતાબહેન શાંતિલાલ માછી પરિવાર સાથે રહે છે. અર્પિતાએ નર્સિંગનો કોર્સ કર્યો હોવાથી તેઓએ પોતાનો બાયોડેટા મૂક્યો હતો. જે બાયોડેટા જોઇને કરણ તન્ના નામના વ્યક્તિએ તેઓને વોટ્‌સએપ ઉપર ફોન કરીને જણાવ્યું હતું કે, હું અમદાવાદની ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝમાંથી બોલું છું. અને અમારી એજન્સી દ્વારા ઘરે બેઠા ડેટા એન્ટ્રી આપે છે અને એક પેજના ૨૦ રૂપિયા આપીએ છે. તેમ જણાવતા અર્પિતા માછીએ કામ કરવાની તૈયારી બતાવી હતી.

દરમિયાન ભેજાબાજ કરણ તન્નાએ અર્પિતાને જણાવ્યું કે, કામ મેળવવા માટે રૂપિયા ૧૫૦૦ ભરવા પડશે. અર્પિતાએ ૧૫૦૦ રૂપિયા કરણે આપેલા તેના મામા ભુપેન્દ્ર ભેમજીભાઇ ઠક્કરના બેંક એકાઉન્ટમાં ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ટ્રેનિંગના નામે રૂપિયા ૧૦૦૦ મંગાવતા અર્પિતાએ બીજી વખત ડેટા એન્ટ્રીનું કામ મેળવવાની લાલચમાં રૂપિયા ૧૦૦૦ ટ્રાન્સફર કર્યાં હતા.

Related posts

રાજ્યના ગૃહમંત્રીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે ગુફતેગુ યોજાઈ : આણંદની ઓચિંતી મુલાકાત લીધી

Charotar Sandesh

વડતાલધામમાં ૧ર નવે. સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી…

Charotar Sandesh

વલ્લભ વિદ્યાનગર સ્થિત મત ગણતરી સેન્ટર ખાતે આવતીકાલે સવારે ૮ ના ટકોરે શરૂ થશે મત ગણતરી

Charotar Sandesh