Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ડેન્ગ્યુનો વધતો કહેર : આણંદ ખાતે સિવિલ હોસ્પિટલના સરકારના શમણાં બન્યા કોણીએ ગોળ..!!

વાઇરલ, ડેન્ગ્યુ સહિતની બીમારીના વધતા કેસોનો હોસ્પિટલમાં ઘસારો પણ પૂરતી દવા, લેબનો અભાવ…

આણંદ : આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ સાકાર કરવા છેલ્લા દાયકાથી બાઈ બાઈ ચારણીના ખેલ રચવામાં આવી રહયા છે ત્યારે ગત માસે સિવિલ હોસ્પિટલ સાકાર કરવા મુદ્દે આણંદ આવેલ રાજય નાયબ મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલ સાથે મેડીકલ કોલેજ સ્થાપવાા સોહામણા સપના શમણાં બતાવ્યા હતા. પરંતુ રાજયના અન્ય ત્રણ વિસ્તારમાં મેડીકલ કોલેજ સ્થાપવાના આયોજન હાથ ધરવામાં આવતા આણંદ ગરાઓ માટે સિવિલ હોસ્પિટલ સાથે મેડીકલ કોલેજના સરકારના શમણાં કોણીએ ગોળ ચોપડવા સમાન બની રહયાની લાગણી પ્રવર્તવા પામી હોવાનું જાણવા મળેલ છે.

સુત્રોના જણાવ્યા મુજબ આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ સાકાર કરવામાં સ્થાનિક મુદ્દે નેતાઓની અવળ ચંડાઈ ખાનગી તબીબોના ઈરાદે ઈશારે કે પછી નજીકમાં આવેલ મોટી ખાનગી હોસ્પિટલોના ઈશારે સીવીલ હોસ્પીટલ નો મુદ્દો બાઈ બાઈ ચારણી બનવા પામી રહયો હોય તેમ ત્રણ વર્ષ પુર્વ વ્યાયામશાળા વાળી જગ્યા સીવીલ હોસ્પીટલ સાકાર કરવા તત્કાલીન જિલ્લા કલેકટરે આરોગ્ય વિભાગમાં ગાંધીનગરને ફાળવવા છતાં અન્ત્ર જમીન મેળવવાની તજવીજ હાથ ધરવામાના ખેલ રચી સીવીલ હોસ્પીટલ સાકાર થશે કે કેમ ? તે મુદ્દે ખાસ કરીને ખાનગી તબીબ કે હોસ્પીટલો દ્વારા વ્યવસાયનું વ્યાપારીકરણ કરાતું હોય મધ્યમ તથા સામાન્ય પરીવારની આરોગ્ય સેવા અંતર્ગત આર્થિક બજેટ વધવા પામતું હોય સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે ગત માસે સીવીલ હોસ્પીટલ સાકાર કરવા મુદ્દે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે વ્યાયામશાળા વાળી જગ્યાનું નીરીક્ષણ કર્યા બાદ વાલ્મી નજીકની જગ્યાનું પણ નીરીક્ષણ કરી સીવીલ હોસ્પીટલ સાથે મેડીકલ કોલેજ સ્થાપવામાં આવે તેવા સરકારના અભિગમ દર્શાવી આણંદગરાઓને સોહામણા શમણા દર્શાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ ગતરોજના રાજયમાં પાંચ સ્થળમાંથી ત્રણસ્થળ રાજપીપળા નવસારી તથા પોરબંદર ખાતે મેડીકલ કોલેજ રચાશે તેવા સરકારના અભિગમ ઉજાગર થવા પામતા આણંદ ખાતે સીવીલ હોસ્પીટલ સાથે મેડીકલ કોલેજના સરકારના શમણા કોણીએ ગોળ ચોપડવા સમાન બની ગયાની લાગણી સ્થાનિક સ્તરે ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.

જો કે એક તર્ક પણ દર્શાવવામાં આવી રહયા છે આણદ ખાતે મેડીકલ કોલેજ સાકાર થાય તો નજીકમાં કરમસદ મેડીકલ કોલેજ કે જે હવે ભાઈકાાકના નામથી ખાનગી યુનીવર્સીટીમાં પરીવર્તીત થવા પામી હોય તેમને મસમોટું આર્થિક નુકસાન થવા પામેની શકયતા વર્તાવા પામતા નીતીન પટેલના મેડીકલ કોલેજના વિકાસને ગ્રહણ બતાવતા સ્થાનિક નેતાઓ એ ખાનગી યુનીવર્સીટી ની મેડીકલ કોલેજનું તાળમેલ ગોઠવી સરકાર દ્વારા મેડીકલ કોલેજ સાકાર ના થાય તેવા પ્રપંચ પણ ખેલાયા હોવાની ચર્ચા એરણે ચઢવા પામી છે ત્યારે નવાઈની વાત તો એ છે કે આણંદ જિલ્લાની પાંચ વિધાનસભા ગૃહ માં આશ્વાસન આપવામાં આવ્યું હોય તેમ છતાં વિપક્ષ ધારાસભ્યોનું આ મુદ્દે મૌન સ્થાનિક પ્રજા માટે અકળાવનારું બની રહયાની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.

Related posts

શ્રીજી મહારાજનાં સ્વહસ્તે લખાયેલ શિક્ષાપત્રીની ઓરિજિનલ કોપી હાલ ‘લંડન ઓક્ષફર્ડ યુનિવર્સિટી’માં છે…

Charotar Sandesh

કોરોના સંક્રમણને લઈ વિદ્યાનગરમાં આજથી બપોરે ૩ વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરાશે…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ સાંસદશ્રી મિતેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો…

Charotar Sandesh