Charotar Sandesh
સ્પોર્ટ્સ

ડે-નાઈટ ટેસ્ટમાં પિન્ક બોલથી રમવાનો અનુભવ મદદગાર સાબિત થશે : પુજારા

ન્યુ દિલ્હી : ટીમ ઇન્ડિયાના ખેલાડી ચેતેશ્વર પુજારાએ કહ્યું કે તે ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તેના અનુસાર ભારતે આ મેચમાં પડકારનો સામનો કરવો પડી શકે છે અને તેને ભરોસો છે કે ટીમ શાનદાર દેખાવ કરશે. તેણે કહ્યું કે, “હું ૨૦૧૬/૧૭માં પિન્ક બોલથી રમ્યો હતો. તેને ઘણો ટાઈમ થઇ ગયો છે, એટલે તેનાથી ફાયદો નહીં થાય. પરંતુ તે અનુભવ ચોક્કસ મદદગાર સાબિત થશે. તમે પિન્ક બોલથી રમ્યાં હોવ તો તમને ખબર હોય છે કે બોલ શું કરશે અને તમારે ક્યાં પ્રકારના પડકાર માટે તૈયાર રહેવાનું હોય છે.” તેમજ તેણે વધુ ઉમેરતા કહ્યું કે, મને લાગે છે કે રાત્રે બોલ જોવામાં તકલીફ પડી શકે છે. જોકે ક્રિઝ ઉપર વધુ સમય પસાર કર્યા પછી બેટિંગ કરવી સરળ રહેશે.
ભારત અને બાંગ્લાદેશ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સીરિઝની બીજી ટેસ્ટ ડે-નાઈટ ફોર્મેટમાં રમાશે. ત્રણ વર્ષ પહેલાં દુલીપ ટ્રોફીમાં પ્રથમ વાર પિન્ક બોલનો ઉપયોગ થયો હતો. તે ટૂર્નામેન્ટમાં પુજારાએ ઇન્ડિયા બ્લૂ વતી રમતાં ટૂર્નામેન્ટમાં ૪૫૩ રન કર્યા હતા, જેમાં ૨ સદીનો સમાવેશ થાય છે અને તેનો હાઈએસ્ટ સ્કોર ૨૫૬* હતો. ભારતના નંબર ત્રણે કહ્યું કે, મને નથી લાગતું કે એકવાર પિન્ક બોલથી રમવાનું શરૂ કરીએ પછી કોઈ ખાસ ફેર પડશે. હું ક્યારેય જીય્ પિન્ક બોલથી રમ્યો નથી, પરંતુ મારુ માનવું છે કે તે રેડ બોલ જેવો જ રહેશે.ભારતમાં એસજી બોલની ક્વોલિટી સુધરી છે.

Related posts

સુરૈશ રૈનાએ ઘૂંટણની સર્જરી કરાવી, ડોમેસ્ટિક સિઝન રમવી મુશ્કેલ…

Charotar Sandesh

ભારત સામે ટી-૨૦, વન-ડે માટે વિન્ડીઝની ટીમ જાહેર…

Charotar Sandesh

પાકિસ્તાન સામેની મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું : કેપ્ટન કોહલી

Charotar Sandesh