Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

ડોકટરોની હડતાલ સજ્જડ : સ્વાસ્થ્ય સેવાઓ વેરવિખેર… ઠેર-ઠેર દેખાવો-ધરણા-પ્રદર્શન…

  • કોલકાતાથી શરૂ થયેલો ડોક્ટરોનો વિરોધ ધીરે ધીરે દેશભરમાં ફેલાઈ ચૂક્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાતના ડોકટરો પણ ભાગ લી રહ્યા છે. અમદાવાદ અને રાજકોટમાં ડોક્ટરો રસ્તા પર ઉતર્યા છે.

નવી દિલ્હી,

પ.બંગાળમાં ડોકટરો સાથે થયેલી મારપીટની ઘટનાના વિરોધમાં આજે દેશભરમાં ડોકટરોએ સજ્જડ હડતાલ પાડી છે. ઈન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા કેન્દ્રીય તબીબી સુરક્ષા કાનૂન લાવવાની માંગણી કરતા આજે સવારે ૬ વાગ્યાથી આવતીકાલે સવારે ૬ વાગ્યા સુધીની હડતાલનું એલાન આપવામાં આવતા દેશભરમાં સ્વાસ્થ્ય  સેવાઓ અકિલા ખોરવાઈ ગઈ છે અને દર્દીઓ રઝળી પડયા છે.

દેશના તમામ વિસ્તારોમાં સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં આજે કામકાજ ઠપ્પ રહ્યુ હતું. ઈન્ડીયન મેડીકલ એસોસીએશન સાથે જોડાયેલા લગભગ ૩ લાખથી વધુ ડોકટરો હડતાલ પર ગયા છે એટલુ જ નહિ સરકારી હોસ્પીટલોના રેસીડેન્ટ અને આયુષના ડોકટરો પણ આજે ફરજથી દૂર રહ્યા છે. એવામાં ૧૦ લાખ ડોકટરો ઓપીડીથી પણ દૂર રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જો કે ઈમરજન્સી, પ્રસૃતિ અને પોસ્ટમોર્ટમ કામકાજ યથાવત રહ્યા છે. પ.બંગાળના એન.આર.એસ. કોલેજમાં બે જુનીયર ડોકટરો સાથે મારપીટ બાદ સમગ્ર દેશના ડોકટરોમાં રોષ ભભુકી ઉઠયો હતો અને તેના વિરોધમાં આજે દિલ્હી, હરીયાણા, પંજાબ, યુપી, બિહાર, મ.પ્રદેશ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, હિમાચલ, છત્તીસગઢ, કેરળ, તામિલનાડુ અને પ.બંગાળ સહિત તમામ રાજ્યોના ડોકટરોએ આજે સજ્જડ હડતાલ પાડી છે અને ઠેર ઠેર ઉગ્ર દેખાવો, ધરણા અને પ્રદર્શન કર્યા છે. આજે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે.

  • દેશભરમાં સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં કામકાજ ઠપ્પઃ દર્દીઓ રઝ ળી પડયાઃ માત્ર ઈમરજન્સી અને પ્રસુતિઓની સેવાઓ ચાલુ રહી

 

Related posts

જ્યોર્તિમઠ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું ૯૯ વર્ષની આયુએ નિધન

Charotar Sandesh

મુકેશ અંબાણી અલીબાબાને પાછળ છોડીને હવે એમેઝોનને ટક્કર આપવા તૈયાર

Charotar Sandesh

કોરોના ઇફેકટ : ભારત સહિત વિશ્વની એરલાઇન્સ મે માસ સુધીમાં દેવાળીયાની સ્થિતિમાં…

Charotar Sandesh