Charotar Sandesh
ઈન્ડિયા વર્લ્ડ

ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી : GSP યાદીમાંથી ભારત બહાર : આજથી અમલ…!

અમેરિકી વેપારને દર વર્ષે ૩૦૦ મીલીયન ડોલર ટેરીફનો વધારાનો ભાર પડશેઃ ભારતને ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની નિકાસ છૂટનો લાભ મળતો બંધ થશે

નવી દિલ્હી,

અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બહાર કરી દીધેલ છે. આ ફેંસલો આજથી લાગુ થઈ ગયેલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવુ છે કે અમે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે ભારત તરફથી એવુ આશ્વાસન નથી મળ્યુ કે તે પોતાના બજારોમાં અમેરિકી પ્રોડકટને બરાબરની છુટ આપશે.

તેમનુ કહેવુ છે કે, ભારતમાં પ્રતિબંધોને કારણે અમારા વ્યાપારીક હિતોને નુકશાન થઈ રહ્યુ છે. ટ્રમ્પે ગયા શુક્રવારે પોતાના આ ફેંસલાની જાહેરાત કરતા કહ્યુ હતુ કે, મેં એવુ જાણ્યુ છે કે, ભારત તરફથી એવુ આશ્વાસન નથી મળ્યુ કે તે પોતાના બજારમાં અમેરિકી પ્રોડકટને બરાબરની છુટ આપશે. તો ભારતને લાભાર્થી વિકાસશીલ દેશનો દરજ્જો આજથી હટાવવાનું યોગ્ય રહેશે. ટ્રમ્પે અમેરિકી સાંસદોની એવી દલીલોને પણ ફગાવી દીધી છે જેમાં જણાવાયુ છે કે, આનાથી અમેરિકી વેપારને દર વર્ષે ૩૦૦ મીલીયન ડોલર ટેરીફનો વધારોનો ભાર પડશે.

ટ્રમ્પનો આ ફેંસલો વિશ્વ યુદ્ધનો વિસ્તાર માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી અમેરિકા ફકત ચીન ઉપર જ આ પ્રકારના એક પછી એક પ્રતિબંધો લગાવતુ હતુ પરંતુ હવે તે ભારત પર પણ કાર્યવાહી કરી રહ્યુ છે.

Related posts

અમેરિકામાં દરેક ચોથો વ્યક્તિ ભારતીય, ૬૦ ટકા પ્રવાસી એશિયાઇ : રિપોર્ટ

Charotar Sandesh

અમેરિકાના રાજકારણમાં સૌથી વધુ પ્રભાવશાળી ૧૦ એશિયન અમેરિકન…

Charotar Sandesh

૧લી એપ્રિલથી ટ્રાફિક નિયમો વધુ કડક બનશે : કેન્દ્ર સરકાર

Charotar Sandesh