Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

તક્ષશીલા અગ્નિકાંડ : વાલીઓ તરફી વકીલની કારમાંથી દસ્તાવેજોની ચોરી થઇ !

સુરત આગ કાંડમાં ૨૨ માસુમ વિદ્યાર્થીઓ હોમાયા હતા, જેમનો કેસ હાલ ચાલી રહ્યો છે…

સુરત,
સુરત આગ કાંડમાં ૨૨ માસુમ વિદ્યાર્થીઓ હોમાયા હતા, જેમનો કેસ હાલ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓ તરફી વકીલના કારમાંથી દસ્તાવેજની ચોરી કરવામાં આવી હતી. બેગમાંના ડોક્યુમેન્ટ્‌સ ચોર દ્વારા ભંગારની દુકાને પહોંચ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, તક્ષશીલા આગ કાંડમાં એડવોકેટ યાહ્યા મુખ્તિયાર શેખ વિદ્યાર્થીઓના વાલી તરફી કેસ લડી રહ્યાં છે. ૧ જુલાઈના રોજ સુરતના અડાજણ પાટિયા પાસે ઝૈનબ બંગ્લોઝ પાસે તેમની કાર પાર્ક કરેલી હતી. ત્યારે તેમની કારનો કાચ તોડીને બેગની ચોરી કરવામાં આવી હતી. આ બેગમાં તક્ષશિલા સહિત કેટલાક કેસોના કાગળો મૂકાયેલા હતા. તક્ષશિલા આગ કેસના કેટલાક મહત્વના દસ્તાવેજો પણ ચોરાયા હતા. પરિવારજનોએ કરેલી એફિડેવિટના અગત્યના કાગળો આ બેગમાં હતા. જેના બાદ એડવોકેટ શેખે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ ચોરી બાદ એડવોકેટ શેખે નિવેદન આપતા કહ્યું હતું કે, તક્ષશિલા કેસની ફાઈલ ગઈ છે, પરંતુ દરેકની નકલો અમારી પાસે જ છે અને બેગ ચોરાઈ તે પહેલા તમામ વાંધા અરજીઓ અને સોગંદનામા કોર્ટમાં મૂકાઇ ગયા હતા. તેથી તે સંબંધે કોઈ નુકસાન નથી થયું. ચોર દ્વારા ચોરી કરાયેલા ડોક્યુમેન્ટ્‌સ ભંગારની દુકાને પહોંચ્યા હતા. ચોરે ડોક્યુમેન્ટ્‌સ નકામા ગણીને ભંગારના દુકાને વેચ્યા હતા. જોકે, ભંગારની દુકાનના માલિકે ફાઈલ પરથી એડવોકેટ શેખનો નંબર મેળવીને તેમને આ માહિતી આપી હતી.

Related posts

શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, કહ્યું-ક્યારેક તો શાળા ચાલુ કરવી જ પડશે…

Charotar Sandesh

ગુજરાતના ત્રણ સહિત 30 ડિફોલ્ટરના રૂા.50000 કરોડ માંડવાળ…

Charotar Sandesh

ગુજરાત યુનિના કુલપતિના બંગલા સામે ફી માફીની માગ કરતા વિદ્યાર્થીઓની કરાઈ અટકાયત…

Charotar Sandesh