Charotar Sandesh
બોલિવૂડ

‘તાનાજી’ અજય દેવગનની ૧૦૦મી ફિલ્મ, ઇમોશનલ થયા કાજોલ અને શાહરૂખ…

મુંબઈ : અજય દેવગણ ટૂંક સમયમાં જ બોલિવૂડમાં એક નવું જ સ્થાન કાયમ કરવા જઇ રહ્યો છે. તેની આગામી ફિલ્મ ’તાનાજી- ધ અનસંગ વૉરિયર’થી તે ઇન્ડસ્ટ્રીમાં ૩૦ વર્ષ પૂર્ણ કરશે. એવામાં આ ફિલ્મ મેકર્સે અજય દેવગણની ૧૦૦ ફિલ્મોનાં પોસ્ટરથી તેની ફિલ્મ ’તાનાજી’નું પોસ્ટર તૈયાર કર્યુ છે. આ સમયે અજય દેવગણને તેનાં ફેન્સથી લઇને ઇન્ડસ્ટ્રીમાં તેનાં મિત્રો સૌ કોઇએ વધામણા આપ્યા છે. જેમાં ખાસ છે પત્ની કાજોલ અને મિત્ર શાહરૂખ ખાને આપેલી વધામણી.
અજય દેવગણની પત્ની અને એક્ટ્રેસ કાજોલ આ સમયે ઇમોશનલ થઇ ગઇ હતી. કાજોલે પોસ્ટર શેર કરતાં લખ્યું કે, ’૩૦ વર્ષ અને ૧૦૦ ફિલ્મો, ફૂલ ઔર કાંટેથી લઇ જખ્મ સુધી. ગોલમાલથી લઇ શિવાય સુધી અને હવે તાનાજી. ઘણાં શુક્રવાર મે તને સખત પરિશ્રમ કરતાં જોયો છે. અને આજે તારા બધા જ કિરદાર તારી સાથે ઉભા છે. તને ૧૦૦મી ફિલ્મ જન્મદિનની શુભેચ્છાઓ’
તો કાજોલની સાથે ઓનસ્ક્રિન સુપરહિટ જોડી બનાવનારા તેનાં મિત્ર શાહરૂખ ખાને પણ અજય દેવગણને વધામણાં આપ્યા છે. શાહરૂખ લખે છે કે, ’મારા મિત્ર તારાથી વધુ ૧૦૦ અને તેનાંથી પણ વધુ ફિલ્મોની આશા છે. આ માઇલસ્ટોન માટે શુભકામનાઓ.. તે એક લાંબી સફર સર કરી છે. બે મોટરસાઇકલો પર ચઢી તે ઘણી લાંબી સફર સર કરી છે. તેને ચલાવતો રહેજે.. તાનાજી માટે ઑલ ધ બેસ્ટ…’

Related posts

‘ડ્રાઇવ’નું પહેલું સોન્ગ રિલીઝ, ૧ નવેમ્બરે ફિલ્મ ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ થશે…

Charotar Sandesh

ખેડૂત આંદોલનની વચ્ચે સલમાનનો નવો લૂક ધડાધડ થયો વાયરલ…

Charotar Sandesh

નેહા કક્કરે ઉત્તરાખંડ પૂર પીડિત શ્રમિક પરિવારને ૩ લાખ આપવાની જાહેરાત કરી…

Charotar Sandesh