Charotar Sandesh
ચરોતર

તારાપુર નજીક હાઈવે પર આવેલી હોટલમાં ગેસ સિલેન્ડર બ્લાસ્ટ થતા સામાન બળીને ખાક…

આણંદ : તારાપુર નજીક હાઈવે પર આવેલી ઘનશ્યામ હોટલમાં ગત રાત્રીના સુમારે આગ ફાટી નીકળી હતી. જેને લઈને હોટલના કર્મચારીઓ હોટલની બહાર દોડી આવ્યા હતા અને બુમાબુમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે તારાપુર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તારાપુરમાં ફાયરબ્રીગેડની સુવિધા ન હોય આ અંગે ખંભાત ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર ખંભાત ફાયર બ્રીગેડને ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થતાં હોટલમાં તમામ ફર્નીચર અને સામાન બળીને આગમાં ખાખ થઈ ગયો હતો.

આ ઘટનાને લઈને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જાણવા મળ્યા મુજબ આગ ઓલવાયા બાદ તપાસ કરતા હોટલના રસોડામાંથી સબસીડીવાળા ઘરેલું રાંધણ ગેસના સીલીન્ડરો મળ્યા હતા. જેથી હોટલમાં ગેરકાયેદસર રીતે રાંધણ ગેસના સીલીન્ડરનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળેલ છે. આ ઘટનાને લઈને હોટલના માલિકની તબીયત લથડી હતી અને તેઓને હૃદય રોગનો હુમલો આવતાં ત્વરીત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Related posts

આણંદ : સંભવિત વાવાઝોડા “તૌકતે” સામે તંત્રની સજ્જતા : કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

Charotar Sandesh

અનોખી પહેલ : શાળાઓ બંધ હતી પણ શિક્ષણ ચાલું રહ્યું, ભારતનું ભાવિ લોકડાઉનમાં ઓનલાઇન ઘડાતું રહ્યું…

Charotar Sandesh

આણંદ ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ : કોરોના વોરિયર્સનું કરાયું સન્માન…

Charotar Sandesh