Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

તીડ પર નિયંત્રણ મેળવાયું, અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી…

બનાસકાંઠા : બનાસકાંઠામાં તીડ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યો છે. ૧૧ તાલુકાનાં ૧૧૦ જેટલા ગામોમાં તીડે આતંક મચાવ્યો હતો. અંદાજે ૬ હજાર હેક્ટર જમીનમાં તીડનાં લીધે નુકશાન થયું છે. તીડનાં આક્રમણને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ૪૫ ટીમો, સ્થાનિક ૧૦૦ ટ્રેક્ટર અને ૨ ફાયર બ્રિગેડથી ૧૫ દિવસ સુધી દવા છંટકાવની કામગીરી ચલાવવામાં આવી હતી. તંત્રનો દાવો છે કે, તીડ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. તીડ અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી છે.

કૃષિ અને સહકાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ પી.કે.પરમારે તીડ નિયંત્રણ માટે યુદ્ધનાં ધોરણે હાથ ધરાયેલ પગલાઓની વિગતો આપતાં કહ્યુ કે, બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકાનાં ૧૨૨ ગામો, મહેસાણા જિલ્લાનાં ૧ તાલુકાનાં ૫ ગામો, પાટણ જિલ્લાના ૨ તાલુકાનાં ૪ ગામો, સાબરકાંઠા જિલ્લાનાં ૧ તાલુકાનાં ૧ ગામ મળી કુલ ચાર જિલ્લાનાં ૧૭ તાલુકાનાં ૧૩૨ ગામોમાં તીડની હાજરી જોવા મળી હતી. તેના લોકેશન ટ્રેક કરી આ તમામ વિસ્તારોમાં તીડ નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઇ હતી. થરાદ તાલુકામાં જોવા મળેલું મોટું ટોળું હવે નિયંત્રણ હેઠળ છે. જિલ્લા તંત્ર અને ખેડૂતોએ હાથોહાથ કામ કરીને તીડ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મેળવી છે.

Related posts

મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રીક્ષામાં બેસીને અચાનક રજિસ્ટ્રાર ઓફિસે પહોંચતા અધિકારીઓ દોડતા થયા

Charotar Sandesh

માત્ર બે કલાકમાં યુટર્ન : રાજ્યની તમામ યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષા હાલ મોકૂફ…

Charotar Sandesh

શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા આગામી ૧૫ ફેબ્રુઆરી બાદ નિર્ણયની સંભાવના…

Charotar Sandesh