Charotar Sandesh
સ્પોર્ટ્સ

દક્ષિણ આફ્રિકાની ટીમને સારી બેટિંગની જરૂર છે : ભજ્જી

ન્યુ દિલ્હી : હરભજન સિંહે ભારતમાં સાઉથ આફ્રિકાની સામે ટેસ્ટ સીરિઝમાં મહેમાન ટીમનાં સારા પ્રદર્શનને જોઈને મજાક ઉડાવી છે. તેણે સાઉથ આફ્રિકી ટીમનો મજા લેતાં જોન્ટી રોડ્‌સ દ્વારા પોસ્ટ કરાયેલ એક ઈન્સ્ટાગ્રામ પિક્ચર ઉપર કોમેન્ટ કરતાં દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ પ્લેયરને રમવાનું આમંત્રણ આપી દીધું. અને કહ્યું કે, ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટીમને થોડી સાંત્વના આપવા માટે અહીં આવીને બેટિંગ કરે. સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ શનિવારે રાંચીમાં શરૂ થવા જઈ રહી છે.
જોન્ટી રોડ્‌સે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં સાઉથ આફ્રિકાની ટીમની જર્સી પહેરીને જોવા મળી રહ્યો છે. તેણે લખ્યું છે કે, ફરીથી ગ્રીન જર્સી પહેરીને સારું લાગી રહ્યું છે. પછી શું હતું, ટર્બનેટરના નામથી મશહૂર હરભજનથી રહેવાયું નથી. તેણે તરત જ રિપ્લાય આપતાં કોમેન્ટ કરી કે, શું તમે રાંચીમાં અંતિમ ટેસ્ટ રમી શકો છો. દક્ષિણ આફ્રિકાની ટીમને સારી બેટિંગની જરૂર છે. તો સામે જોન્ટી રોડ્‌સે પણ રિપ્લાય આપતાં લખ્યું કે, મારા કરતાં વધારે તેમને બીજી ઘણી વસ્તુઓની જરૂર છે.
ભારતે પહેલાં જ ૩-૦ની ટેસ્ટ સીરિઝમાં ૨-૦થી સીરિઝ પોતાના નામે કરી દીધી છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારત ૨૦૦ અંકોની સાથે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના લિસ્ટમાં ટોપ પર છે. આઈસીસી રેન્કિંગમાં ન્યુઝિલેન્ડ અને શ્રીલંકાના ૬૦-૬૦ અંકો છે.

Related posts

મેલબર્નમાં ફટકારેલી સદી મારા માટે ખાસ : રહાણે

Charotar Sandesh

કપિલ દેવની સ્થિતિ બરાબર, થોડાક દિવસોમાં આપવામાં આવશે રજાઃ હેલ્થ બુલેટીન

Charotar Sandesh

ફ્રેન્ચ ઓપન : જોકોવિચ સતત ૧૧મા વર્ષે ચોથા રાઉન્ડમાં…

Charotar Sandesh