Charotar Sandesh
સ્પોર્ટ્સ

દક્ષિણ આફ્રિકાનો વ્હાઇટવૉશ નિશ્ચિત : ભારત ત્રીજી ટેસ્ટ જીતથી બે વિકેટ દૂર…

દ.આફ્રિકા પ્રથમ ઇનિંગ્સમાં ૧૬૨માં ઓલઆઉટ,બીજી ઇનિંગ્સમાં ૧૩૨/૮

પ્રથમ ઇનિંગ્સમાં ઉમેશ યાદવે ૩ વિકેટ ઝડપી તો બીજી ઇનિંગ્સમાં શમીએ ૩ વિકેટ લીધી,એલ્ગરના કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે બ્રૂઇન બેટિંગ કરવા આવ્યો…

રાંચી : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં ૯ વિકેટ પર ૪૯૭ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ ૧૬૨ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગના આધારે ભારતને ૩૩૫ રનની લીડ મળી હતી. આફ્રિકાની ટીમ ફોલોઓન ન બચાવી શકી અને તેણે ફરી બેટિંગ કરવા ઉતરવું પડ્યું હતું. ફોલોઓન મળ્યા બાદ બીજી ઈનિંગમાં ત્રીજા દિવસે સ્ટંમ્પ સુધી આફ્રિકાએ ૮ વિકેટ ગુમાવી ૧૩૨ રન બનાવ્યા છે. ભારતને ચોથા દિવસે જીત માટે માત્ર ૨ વિકેટની જરૂર છે. દિવસના અંતે થ્યૂનિસ ડિ બ્રુઇન (૩૦) અને એનરિક નોર્ત્જ (૫) ક્રીઝ પર છે.
બીજી ઈનિંગમાં પણ આફ્રિકાની સ્થિતિ ખરાબ રહી હતી. પહેલા ડિ કોક (૫)ને ઉમેશ યાદવે શાનદાર બોલ દ્વારા બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ મોહમ્મદ શમીએ પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારનાર જુબૈર હમઝાને શૂન્ય પર આઉટ કરીને મહેમાન ટીમને ૧૦ રન પર બીજો ઝટકો આપ્યો હતો. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (૪) પણ શમીનો શિકાર બન્યો હતો. શમીએ ટેમ્બા બવૂમાને પણ શૂન્ય પર આઉટ કર્યો હતો. ડીન એલ્ગર ઉમેશનો બોલ હેલમેટ પર વાગ્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો.
એલ્ગરને માથામાં બોલ વાગ્યો હોવાથી આઈસીસીના કન્કશન નિયમ પ્રમાણે બ્રૂઇન તેની જગ્યાએ બેટિંગ કરવા આવ્યો છે. ક્રિકેટમાં ત્રીજી વાર કન્કશન સબ્સ્ટિટયૂટનો ઉપયોગ થયો છે. અગાઉ માર્કસ લબુચાને સ્ટીવ સ્મિથનો અને વિન્ડીઝનો બ્લેકવુડ ડેરેન બ્રાવોનો સબસ્ટિટ્યૂટ રહ્યો હતો.
વિકેટકીપર હેનરિક ક્લાસેન (૫)ને ઉમેશ યાદવે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. ત્યારબાદ ડીન પીટને રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ કરીને મહેમાન ટીમને સાતમો ઝટકો આપ્યો હતો. જ્યોર્જ લિન્ડે (૨૭) રન પર રન આઉટ થયો હતો. અશ્વિને કગિસો રબાડા (૧૨)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.
ભારતે આફ્રિકાને પ્રથમ ઈનિંગમાં ૫૬.૨ ઓવરમાં ૧૬૨ રન પર ઓલઆઉટ કરી દીધું હતું. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં ૪૯૭ રન પર ડિકલેર કરી હતી. આ પ્રમાણે ભારતને ૩૩૫ રનની લીડ મળી હતી. ભારતે ત્યારબાદ આફ્રિકાને ફોલોઓન આપ્યું હતું.

Related posts

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના સીઇઓ કેવિન રોબટર્સે રાજીનામું આપ્યુ…

Charotar Sandesh

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરીકોમના સિલેકશનને લઇ વિવાદ સર્જાયો…

Charotar Sandesh

અંકલેશ્વરનો યુવાન ઓમાનમાં ઝળખ્યો : અમેરિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફટકારી પહેલી સદી

Charotar Sandesh