Charotar Sandesh
બોલિવૂડ

‘દબંગ ૩’ ગીતના વિવાદિત સીન્સ હટાવાયા…

મુંબઈ : હવે, ‘દબંગ ૩’ના ગીત ‘હુડ દબંગ..’માં બેકગ્રાઉન્ડમાં હિંદુ સાધુઓ ડાન્સ કરતાં જોવા મળશે નહીં. સલમાન ખાન પ્રોડક્શને ટિ્‌વટર પર એક ટ્‌વીટ કરીને આ વાતની માહિતી આપી હતી. આ ફિલ્મ ૨૦ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. રિલીઝના બે દિવસ પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સલમાન ખાન પ્રોડક્શને ટ્‌વીટ કરી હતી, દરેકની ભાવનાઓને ધ્યાનમાં રાખીને અમે સ્વેચ્છાએ ‘હુડ હુડ દંબગ’માંથી કેટલાંક દ્રશ્યો હટાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુદેવાએ કર્યું છે. ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા, સાંઈ માંજરેકર, કિચ્ચા સુદીપ તથા પ્રમોદ ખન્ના છે.

હિંદુ જનજાગૃતિ સમિતિએ ફિલ્મના ટાઈટલ સોંગ ‘હુડ હુડ દંબગ’માં સાધુઓને ડાન્સ કરતાં બતાવવા પર વિરોધ કર્યો હતો. સમિતિના મહારાષ્ટ્ર તથા ઝારખંડના સંગઠક સુનીલ ઘનવતે ફિલ્મના ગીતની કોરિયોગ્રાફી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સાધુઓને સલમાનની સાથે આપત્તિજનક રીતે ડાન્સ કરતા બતાવવામાં આવ્યા છે, જેનાથી હિંદુ ભાવનાને ઠેસ પહોંચી છે. સુનીલે સવાલ કર્યો હતો કે સલમાને જે રીતે સાધુઓને ડાન્સ કરતાં બતાવ્યા તે જ રીતે મૌલવીઓ, પાદરી-ફાધરને ડાન્સ કરતાં બતાવવાની હિંમત કરશે? શૂટિંગ દરમિયાન શિવલિંગોને ઢાંકી દેવાને લઈને પણ વિવાદ થયો હતો.

Related posts

મીરા નાયરની ‘અ સૂટેબલ બોય’માં તબ્બુ સાથે ઇશાન ખટ્ટર ચમકશે…

Charotar Sandesh

બોલિવુડના જાણીતા પીઢ ગાયક બપ્પી લહેરીનું ૬૯ વર્ષની વયે નિધન : મુંબઈની હોસ્પિટલમાં હતા દાખલ

Charotar Sandesh

ઋત્વિક રોશનની ‘સુપર ૩૦’ને બિહાર સરકારે કરમુકિત આપી…

Charotar Sandesh