Charotar Sandesh
ઈન્ડિયા

દરેક સુધારા સામે કોંગ્રેસ જેવા પક્ષો દિવાલ બનીને ઊભા રહે છે : મોદી

હરિયાણામાં વડાપ્રધાનના વિપક્ષ પર આકરા પ્રહારો…

પાંચ વર્ષ તમે અમારા કેપ્ટન અને મજબૂત ટીમ જોઇ,જ્યારે વિરોધીઓ તેમની વિખરાયેલી ટીમ સંભાળવા માટે મથી રહ્યા છે…

બલ્લભગઢ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે શહીદ રાજા નાહર સિંહની ઐતિહાસિક નગરી બલ્લભગઢમાં જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે હરિયાણાએ મને ઘણું બધુ શીખવાડ્યું છે. તેથી જ્યારે પણ હું અહીં આવું છુ ત્યારે મારી અંદર એક અલગ જ ભાવના ઉમડવા લાગે છે. મોદીએ કહ્યું કે પાંચ વર્ષ તમે અમારા કેપ્ટન અને મજબૂત ટીમ જોઇ છે. જ્યારે વિરોધીઓ તેમની વિખરાયેલી ટીમ સંભાળવા માટે મથી રહ્યા છે.
મોદીએ કહ્યું, ‘‘હરિયાણાના લોકોના જીવનમાં બદલાવ અને વિકાસ મારી પ્રાથમિકતા રહી છે. મને યાદ છે જ્યારે પાંચ વર્ષ પહેલા હું હરિયાણામં ભાજપની સરકાર બનવાની વાત કરતો હતો ત્યારે વિરોધી દળના નેતા મારા મોંમાં આગળી નાખીને પૂછતા હતા કે તમારો કેપ્ટન કોણ છે ? ત્યારે મારો જવાબ રહેતો હતો કે હરિયાણાની જનતાનો આશીર્વાદ મળે તો જનતાને એક મજબૂત કેપ્ટન અને મજબૂત ટીમ મળશે.’’
તેમણે કહ્યું- આજે પાંચ વર્ષ બાદ કેપ્ટન બુલંદી સાથે તમારી સામે છે અને મજબૂત ટીમ જનતાએ જોઇ ચે. આ ટીમે હરિયાણાને વિકાસના મામલામાં આગળ રાખ્યું છે. જે મને સવાલ કરતા હતા તેઓ આજે પોતાની વિખરાયેલી ટીમને સંભાળવા માટે પૂરજોશ મહેનત કરી રહ્યા છે. તેઓ જેટલી પોતાને સંભાળવાની કોશિષ કરે છે એટલા જ વિખરાતા જાય છે. આ વિખરાયેલા લોકો હરિયાણાનો વિકાસ કરી શકશે શું ? સ્વાર્થની રાજનીતિ અહીંયાના સંસ્કાર નથી. સીમા પાર દુશ્મનોના હાજા ગગડાવી દેનાર વીરોની ધરતી છે હરિયાણા. આ ધરતી ખેલની દુનિયામાં છવાઇ જનારા દીકરા-દીકરીઓની છે.

Related posts

૪૦ કરોડ ભારતીય યુઝર્સ વાળા વોટ્‌સએપ પર ભાજપનો કંટ્રોલઃ રાહુલ ગાંધી

Charotar Sandesh

પુલવામા હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સહિત બે આતંકી ઠાર

Charotar Sandesh

તૈમુરને કારણે પાડોશીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન

Charotar Sandesh