Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

દારૂના નશામાં ધૂત પીએસઆઈએ યુવકને ૩ ગોળી ધરબી દેતા ખળભળાટ..!

  • પીએસઆઈએ ઈજાગ્રસ્ત સુમિત સામે જ ફરિયાદ નોંધાવી

વડોદરા,
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલાં રવિપાર્ક ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે નશામાં ધૂત મકરપુરાના પ્રોબેશનલ પીએસઆઈએ પાનના ગલ્લાવાળા સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ તેમનાં પુત્ર પર સર્વિસ રિવોલ્વરમાંથી ઉપરા છાપરી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતાં ચકચાર મચી હતી. ફાયરીંગમાં એક ગોળી યુવકને પેટમાં તથા બે પગમાં વાગતાં ગંભીર હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ટોળાં ઉમટી પડતાં આરોપી પીએસઆઈ બુલેટ છોડી ભાગી ગયો હતો.
ફાયરિંગ બાદ ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મકરપુરા પોલીસ મથકે દોડી ગયા હતા. તેઓએ બંધ બારણે પીએસઆઈની પુછપરછ કરી હતી. હોસ્પિટલની બહાર ટોળાં ઉમટી પડતાં પોલીસે ત્યાં જવાની હિંમત કરી નહોતી અને ઈજાગ્રસ્તના ભાઈને પોલીસ મથકે ફરિયાદ લખાવવા બોલાવ્યો હતો. જેને લઈ મોડીરાતે પોલીસ સ્ટેશને ટોળાં જામ્યા હતા.
મકરપુરા પોલીસ મથકના પીએસઆઈ ચુડાસમાની કરતૂતને પગલે લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે એક પણ પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત સિમિત પ્રજાપતિને દાખલ કર્યો હતો, તે ન્યુઈરા સ્કુલ પાસેની હોસ્પિટલમાં રાતના ૧૧ વાગ્યા સુધી ફરક્યો ન હતો. બીજી તરફ હોસ્પિટલની બહાર ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. તે વખતે મોડીરાતે હોસ્પિટલની બહાર જ શના ઠોકારના ભત્રીજા અને ભીમા ભરવાડની ગેંગ વચ્ચે જૂની અદાવતે અથડામણ થઈ હતી. આ ઘટનાને લઈ આવનારા દિવસોમાં ગેંગવોરના ભણકારી વાગી રહ્યાં છે.
પરિવારે જ્યાં પોલીસ પર સમગ્ર મામલાને ઢાંકવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે, ત્યાં પીએસઆઈ શક્તિસિહ ચૂડાસમાએ ઈજાગ્રસ્ત સુમિત પ્રજાપતિ સામે જ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈએ સુમિત સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. તેમજ દારૂના વેપલાની પણ કલમ લખાવી છે. ફરિયાદમાં સુમિત દારૂની મહેફિલ માણતો હોવાનો પણ ફરિયાદમા ઉલ્લેખ કરાયો છે. પીએસઆઈએ ચાર થી પાંચ શખ્સો સામે ફરિયાદ લખાવી છે. આમ, આ સમગ્ર મામલે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ ઘડાયો છે.

પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સઃ પીએસઆઈએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું

– વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કહ્યું તે, પીએસઆઈએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ મામલે પીએસઆઈ પાંચ શખ્સો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પીએસઆઈ હોવાની જાણ છતાં હુમલો કર્યો હતો. યુવાનો સાથેની ઝપાઝપીમાં પીએસઆઈ નીચે પડી ગયા હતા. જે બાદ કપડાં ફાડી દીધા બાદ ફાયરિંગ કરવાની શંકા હોવાની પીએસઆઈએ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈના ફાયરિંગમાં એક શખ્સને ઈજા પહોંચી છે.

-(જી.એન.એસ.)

Related posts

RRSA INDIA : ઉનાળાના ગરમ માહોલમાં પાલતુ કૂતરાઓ માટે પૂલ પાર્ટીનું આયોજન કરવામાં આવેલ

Charotar Sandesh

ભાજપની પ્રથમ યાદી જાહેર : નડીયાદમાં પંકજ દેસાઈ રિપીટ, જુઓ ખેડા-આણંદ જિલ્લાની બેઠકોમાં કોણ ?

Charotar Sandesh

આણંદ શહેરની LIC શાખામાં શોર્ટસર્કિટથી આગ લાગતાં દોડધામ મચી

Charotar Sandesh