Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

દારૂ પીવાના ગુનામાં જામીન માટે રૂ.૨૫,૦૦૦ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો…

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે કડકાઇ રીતે પાલન થાય તે માટે કાયદાઓ પણ બનાવવામાં આવે છે. જોકે, ગુજરાતમાં દારૂબંધીનો લાભ લઇને પોલીસ દારૂ પીધેલા લોકો પાસેથી રૂપિયા ખંખેરતી હોવાના અનેક કિસ્સા બન્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લામાં બન્યો છે જ્યાં દારૂ પીધેલા દુકાનદાર પાસેથી જામીન પર મુક્ત કરવા માટે એક લાખ રૂપિયા લાંચની માગણી કરી હતી. જોકે, અંતે રૂ.૨૫,૦૦૦માં મામલો થાળે પાડ્યો હતો. દુકાનદારે એસીબીને જાણ કરતા એસીબીની ટ્રેપમાં પોલીસ કર્મચારી રૂ.૨૫,૦૦૦ લેતા રંગે હાથે ઝડપાયા હતા.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર ગામમાં એક દુકાનમાં દુકાનદાર દારુ પીધેલી હાલતમાં હતો ત્યારે વીરપુર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ અશ્વિનસિંહ નીરુભા અને રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ વાળાએ પકડ્યા હતા.
બંને પોલીસ કર્મચારીઓએ દુકાનદારને જામીન ઉપર મુક્ત કરવાના અવેજ પેટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે દુકાનદાર રૂ. ૨૫,૦૦૦ આપવા માટે રાજી થયા હતા.
જોકે, દુકાનદાર લાંચની રકમ આપવા ન માંગતા એસીબીનો ટોલફ્રી નંબર ૧૦૬૪ ઉપર કોલ કરીને જાણ કરી હતી. જેથી રાજકોટ એસીબી એકમની ટીમ અને મોરબી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે છટકું ગોઠવ્યું હતું. ગત ૯-૮-૨૦૧૯ના રોજ રાજેન્દ્ર લાંચની રકમ રૂ.૨૫,૦૦૦ લેતા રંગેહાથે ઝડપાયો હતો. અને રાજેન્દ્ર ઘટના સ્થળ ઉપરથી ભાગી ગયો હતો.

Related posts

પેટા ચુંટણી : કૉંગ્રેસપક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર માટે ૩૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર…

Charotar Sandesh

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ, શ્રદ્ધાળુઓ અટવાયા

Charotar Sandesh

મહામારીમાં મોંઘવારી માર, સિંગતેલમાં રૂ. ૩૨૦નો વધારો, ઉત્પાદનમાં બ્રેક…

Charotar Sandesh