Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે : હેલ્થ ઈમરજન્સી જાહેર

દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણના સ્તરને સીવીયર પ્લસ કેટેગરીમાં રખાયું…

દિલ્હી સરકારે શાળાઓ ૫ નવેમ્બર સુધી બંધ રાખવા આદેશ તો કન્સ્ટ્રક્શન પર લાગેલા પ્રતિબંધને ૫ નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો…

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટની એક પેનલે દિલ્હી-એનસીઆરમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણના સ્તરને સીવીયર પ્લસ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. પર્યાવરણ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણએ હેલ્થ ઇમરજન્સી જાહેર થતાં શિયાળામાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ, કન્સ્ટ્રક્શન પર લાગેલા પ્રતિબંધને ૫ નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. દિલ્હી સરકારે શાળાઓ ૫ નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે.
દિલ્હીના લોધી રોડ, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ વિસ્તારમાં વાયુ પ્રદૂષણમાં PM ૨.૫નું લેવલ એર ક્વોલિટી ઇન્ડેક્સ અનુસાર ૫૦૦ના ખતરનાક સ્તરે પહોંચી થયું છે. ગાજિયાબાદમાં આ આંકડો ૪૮૭ પર છે. બીજી તરફ, નોઇડામાં પણ આ આંકડો ૫૦૦ને સ્પર્શવાથી થોડો જ દૂર છે. ઉત્તર પ્રદેશના ૮ શહેર ખતરનાક વાયુ પ્રદૂષણની ઝપેટમાં છે. ગુરુગ્રામ અને સિરસામાં પણ સ્થિતિ સારી નથી.
બીજી બાજુ પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક રીતે વધી ગયું હોવાની માહિતી મળી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બાળકોને અને ખાસ તો વિદ્યાર્થીઓને રક્ષણાત્મક માસ્ક વહેંચ્યા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી અત્યારે ગેસ ચેમ્બર બની ગઈ છે. વધાતા પ્રદુષણ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ-હરિયાણાંની સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, બંન્ને સરકારો પોતાના ખેડૂતોને પરાળી સળગાવવા માટે મજબૂર કરે છે.
છેલ્લા ત્રણ ચાર દિવસથી પાડોશી રાજ્યો હરિયાણા અને પંજાબમાં પરાળ બાળવાની ઘટનાઓમાં ખાસ્સો વધારો થતાં દિલ્હીમાં પ્રદૂષણ વઘી જવા પામ્યું હતું એવો દાવો સરકારી પ્રવક્તાએ કર્યો હતો. પ્રદૂષણ પર નજર રાખથી વિજ્ઞાન મંત્ર્યાલયની સંસ્થા સફરના રિપોર્ટ મુજબ આગામી થોડા દિવસમાં વાતાવરણ સુધરવાની આશા છે.
પંજાબ અને હરિયાણા બંને રાજ્યોના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવવા મુજબ ૨૭ ઓક્ટોબરે પંજાબમાં પરાળ બાળવાની ઘટનાઓ ૭,૮૪૨ હતી તે વધીને ૧૨.૦૨૭ જેટલી થઇ હતી અને ૩૦ ઓક્ટોબરે આ આંકડો ૧૯૮,૬૯ પર પહોંચ્યો હતો. હરિયાણામાં આવી ઘટનાઓ ૪૭૬થી વધીને ૩૦ ઓક્ટોબરે ૪,૨૨૧ જેટલી થઇ ગઇ હતી એટલે પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષમાં જબરદસ્ત વધારો નોંધાયો હતો. આટલું ઓછું હોય તેમ દિવાળીના તહેવાર નિમિત્તે બેફામ ફટાકડા ફૂટતાં પ્રદૂષણ ભયજનક સ્થિતિએ પહોંચી ગયું હતું.
જો કે સફરના જણાવવા મુજબ શુક્રવાર સાંજ સુધીમાં કે વધુમાં વધુ શનિવારે પશ્ચિમ તરફથી આવતા પવનના પગલે પ્રદૂષણ ઘટવાની આશા હતી.

Related posts

કાળમુખો કોરોના અત્યાર સુધીમાં વિશ્વભરના ૩ લાખ લોકોને ભરખી ગયો…

Charotar Sandesh

ભાડુઆત ઘરનું ભાડું ન આપે એ ફોજદારી ગુનો નથી : સુપ્રિમ કોર્ટે એફઆઈઆર ફગાવી દીધી

Charotar Sandesh

પવારને દેશના વડાપ્રધાન બનવાનો મોકો બહુ પહેલા જ મળવો જોઇતો હતો : સંજય રાઉત

Charotar Sandesh