Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી પોલીસને મોટી સફળતા, જૈશનો બે લાખનો ઈનામી આતંકી માજિદ બાબા ઝડપાયો

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના ફરાર આતંકીને શ્રીનગરથી પકડી પાડ્યો છે. આ આતંકી પર બે લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. દિલ્હી પોલીસે જણાવ્યું જમ્મુ કાશ્મીરના સોપોર જિલ્લાના માગરેપોરા ગામનો રહેવાસી આતંકી અબ્દુલ મજીદ બાબા અંગે ગુપ્ત માહિતી મળી હતી. જે બાદ પોલીસે તેને ટ્રેક કરીને પકડી લીધો છે. આતંકી એક મામલામાં વોન્ટેડ હતો અને દિલ્હી હાઈકોર્ટે તેના વિરૂદ્ધ બીન જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યુ હતું. દિલ્હી પોલીસની ટીમ શ્રીનગરમાં તેને શોધી પાડવામાં સફળ રહી અને તેની ધરપકડ કરી છે. આતંકીને શ્રીનગર સીજેએમની સમક્ષ રજૂ કરવામાં આવશે જે બાદ રિમાન્ડ માટે દિલ્હી લઈ જવાશે.
વર્ષ ૨૦૦૭માં દીનદયાળ માર્ગ પર એક શૂટઆઉટ થયું હતું. જે બાદ ત્રણ કાશ્મીરી અને એક પાકિસ્તાની આતંકી પકડાયા હતા. જા કે નીચલી કોર્ટે તેમને નિર્દોષ છોડી મુક્્યા હતા પરંતુ દિલ્હી હાઈકોર્ટે તેમને ઉમર કેદની સજા આપી હતી. પરંતુ ત્યાં સુધી તે ફરાર થઈ ગયો હતો ત્યારે તે ભાગેડુ જ હતો. તેની સાથે ફરાર થયેલાં બીજા સાથીઓને પણ ગત મહિને સ્પેશિયલ સેલે કાશ્મીરથી પકડી પાડ્યા હતા.

Related posts

Result : ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડમાં BJPને બહુમત, પંજાબમાં AAPની બલ્લે-બલ્લે, ગોવામાં કાંટાની ટક્કર

Charotar Sandesh

ઇન્કમ ટેક્સ વિભાગે આઇટીઆર ફાઇલની તારીખ ૩૦ નવેમ્બર સુધી લંબાવી…

Charotar Sandesh

ટ્રમ્પ ઇફેકટ : અમેરીકામાં નોકરીની શોધમાં રહેલા ભારતીયની સંખ્યા ઘટી

Charotar Sandesh